મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ


SHARE





ભગવાન મારી સાથે છે અને મારું સારું થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ

વર્તમાન સમયમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આપઘાતની ઘટનાઓને અટકાવવા માટે મોરબીમાં નિર્માણાધીન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને તેના ભાગરૂપે મોરબીના જુદા જુદા મુખ્ય માર્ગો ઉપર સ્વામી નારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા યુવક અને યુવતીઓ હાથમાં બેનર અને પ્લેકાર્ડ લઈને ઊભા રહ્યા હતા અને લોકોને કોઈપણ ક્ષણે જીવન ટૂકાવવાનો એટલે કે આપઘાત કરવાનો વિચાર આવે ત્યારે કોઇની પણ સાથે વાત કરીને સંવાદ કરવા માટે સમજાવ્યા હતા અને ક્ષણિક આવેગમાં આવીને કોઈપણ વ્યક્તિ અંતિમ પગલું ભારે ત્યારે પોતાને તથા પરિવારને ઘણું નુકસાન કરે છે જેથી આપઘાત ન કરવો જોઈએ તેવી મોરબીના લોકોને સમાજ આપવામાં આવી હતી.

મોરબી શહેરમાં મચ્છુ નદીના કાંઠે છેલ્લા ઘણા વર્ષોથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું સ્વામિનારાયણ મંદિર બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે અને આ નિર્માણાધીન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હવે આગામી એકાદ મહિનાની અંદર જ યોજવાનો છે ત્યારે મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ અને સામાજિક જવાબદારીના ભાગરૂપે સ્વામીના સંપ્રદાયના સંતો દ્વારા આપઘાત અટકાવવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ હતો અને મોરબીના રામચોક, ઉમિયા સર્કલ, જયદીપ હાઉસ ચોક તથા સ્વાગત ચોકડી પાસે સ્વામીના સંપ્રદાય સાથે જોડાયેલા યુવક અને યુવતીઓ હાથમાં બેનર્સ અને પ્લે કાર્ડ લઈને ઊભા રહ્યા હતા અને ઝડપની મજાનાં લીધે થતાં અકસ્માતો અટકાવવા માટે લોકોને જાગૃત કર્યા હતા સાથોસાથ વર્તમાન સમયમાં સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન આપઘાતનો છે દેશ અને દુનિયામાં દરરોજ લાખો લોકો કોઈને કોઈ કારણોસર આપઘાત કરે છે જેથી કરીને ઘણા પરિવારના માળા વેરવિખેર થઈ જતાં હોય છે. જેથી આપઘાતના બનાવો અટકાવવા માટે મોરબીમાં લોકોને સમજુકરવામાં આવ્યા હતા આ તકે બહેનો દ્વારા રસ્તા ઉપરથી વાહનો લઈને પસાર થતા લોકોને સમજાવીને કોઈપણ ક્ષણે આપઘાત કરવાનો વિચાર આવે ત્યારે “ભગવાન મારી સાથે છે અને મારું સારું થશે” આવી વાત તેઓને સમજાવવામાં આવી હતી અને આપઘાત કરવાના બદલે પરિવારજન, મિત્ર કે કોઈપણ વ્યક્તિની સાથે સંવાદ કરવામાં આવે તો ક્ષણિક આવેલા આવેગનમાં જે આપઘાતના બનાવો બને છે તેને અટકાવી શકાય છે તેવી વાત લોકોને સમજાવવામાં આવી હતી. વધુમાં એવું પણ સમજાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે આપઘાત કરે છે ત્યારે તે પોતાનું હિત કરે છે તેની સાથેના પરિવારના સભ્યોને પણ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આપઘાત અટકે અને આપઘાત મુક્ત મોરબી બને તેના ભાગરૂપે મોરબીમાં લોકોને જાગૃત કરવા માટેનો કાર્યક્રમ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં મોરબી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી હરિસ્મરણદાસજી, સ્વરૂપનિષ્ઠ સ્વામી તથા અન્ય સંતો પણ જોડાયા હતા.




Latest News