મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે


SHARE





મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા કાર્યના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાનઅંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં લોકોને ઘરઆંગણે જ વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી જિલ્લાભરમાં અંદાજે ૩૦ જેટલા સેવા સેતુકાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અન્વયે મોરબી તાલુકામાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ જોધપર નદી પ્રાથમિક શાળા તથા ટીંબડી પ્રાથમિક શાળા ખાતે સવારે ૦૯:૦૦થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી સેવા સેતુકાર્યક્રમ યોજાશે. જોધપર નદી ખાતે યોજાનાર સેવા સેતુમાં ઘુનડા (સ), અદેપર, લખધીરનગર, જોધપર નદી, જુના જાંબુડીયા, મકનસર, બંધુનગર, ગીડચ અને પાનેલી ગામના નાગરિકો લાભ લઈ શકશે. જ્યારે ટીંબડી પ્રાથમિક શાળા ખાતે યોજાનાર સેવા સેતુમાં ધરમપુર, ટીંબડી, કેરાળા, હરીપર, લક્ષ્મીનગર, ભક્તિનગર, શક્તિનગર, રવાપર નદી, ભરતનગર,t અમરનગર, નવા સાદુળકા તથા જુના સાદુળકા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સેવા સેતુકાર્યક્રમોમાં વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. જેથી સંબંધિત ગામોના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સેવાઓનો લાભ લેવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ મામલતદાર ગ્રામ્ય મોરબી કે.ડી. બુસાની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.




Latest News