મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ


SHARE





સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા કાર્યના ૨૫ વર્ષની ઉજવણી અન્વયે "સેવા સંકલ્પ અભિયાન" અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અન્વયે શિક્ષણ વિભાગ, મોરબી દ્વારા શિક્ષણથી વંચિત રહેલા તથા શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા મળી રહે તે હેતુથી મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત, મોરબી ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લામાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા માધ્યમિક વિભાગના ૧૦ તથા પ્રાથમિક વિભાગના ૧૦ મળી કુલ ૨૦ બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે મહાનુભાવોના હસ્તે સન્માન સાથે શૈક્ષણિક કીટ પણ અર્પણ કરવામાં આવી હતી. શિક્ષણથી વંચિત બાળકોને પુનઃ શિક્ષણની મુખ્ય ધારામાં લાવી તેમના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના આ પ્રયાસથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ સતત શિક્ષણ સાથે જોડાયેલા રહે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, કારોબારી અધ્યક્ષ મનીષભાઈ કાંજીયા, જિલ્લા શિક્ષણ સમિતિના સદસ્ય પ્રફુલાબેન મેરજા, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ,  જિલ્લા શિક્ષણાધિકારી કે. એમ. મોતા, જિલ્લા પ્રાથમિક  શિક્ષણાધિકારી  એન.એ. મહેતા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.બી.ગાંભવા, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, સમગ્ર શિક્ષા મોરબી કચેરીના અધિકારી-કર્મચારીઓ, જિલ્લા પંચાયત શિક્ષણ શાખાના સ્ટાફ, બીઆરસી/ સીઆરસી કો-ઓર્ડિનેટરઓ તેમજ વિવિધ શિક્ષક સંઘોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રવીણભાઈ ભોરણીયા મદદનીશ જિલ્લા કોં ઓર્ડિંનેટરે કર્યું હતું.




Latest News