મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ


SHARE





ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ

વિઘ્નહર્તા દેવાધિદેવ ભગવાન ગણેશજીની આરાધના સાથે માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંકલ્પને સાકાર કરવા હળવદ કા રાજા ગણપતિ પંડાલ દ્વારા ગણપતિ મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત એક વિશેષ સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે. તા ૨૦ ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પની વિશેષતા એ રહેશે કે એક જ સ્થળે વિવિધ રોગોના નિષ્ણાત તબીબો ઉપલબ્ધ રહેશે. જેમાં મગજ અને મણકાના રોગો (ન્યુરોલોજીસ્ટ), પથરી અને પ્રોસ્ટેટના રોગો (યુરોલોજિસ્ટ), એપેન્ડિક્સ તથા સામાન્ય સર્જરી(જનરલ સર્જન), હાડકાં અને સાંધાના રોગો (ઓર્થોપેડિક), બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ (એમડી મેડિસિન) તેમજ બાળરોગ (પીડિયાટ્રિક) સહિતની વિવિધ તકલીફો (રોગ) માટે નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરી જરૂરી તબીબી સલાહ અને માર્ગદર્શન આપવામાં આવશે. આ સેવાયજ્ઞમાં દર્દીઓને નિઃશુલ્ક કન્સલ્ટેશન, નિઃશુલ્ક X-Ray તેમજ જરૂરિયાત મુજબ નિઃશુલ્ક નિયમિત હાજર હસે તે દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આર્થિક પરિસ્થિતિના કારણે યોગ્ય નિદાન કે નિષ્ણાત તબીબની સલાહથી વંચિત રહેતા જરૂરિયાતમંદ પરિવારોને આરોગ્યસેવાનો લાભ મળે તે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ છે. ગણેશોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત ન રહે, પરંતુ સમાજસેવા, માનવતા અને લોકકલ્યાણનું માધ્યમ બને તે ભાવના સાથે શ્રી હળવદ કા રાજા ગણપતિ પંડાલ દ્વારા આ આરોગ્ય સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ હળવદ કા રાજા ગણપતિ પંડાલ, શરણનાથ ઉપવન, શરણેશ્વર મહાદેવ મંદિર સામે, તળાવ કાંઠે, હળવદ ખાતે યોજાશે. જેનો નાગરિકોને લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.




Latest News