મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ કર્મચારીને બેંકના કસ્ટમર કેરના કર્મચારી તરીકેની ફોનમાં ઓળખ આપીને 94,678 રૂપિયાની કરાઇ ઠગાઈ


SHARE





મોરબીમાં પોલીસ કર્મચારીને બેંકના કસ્ટમર કેરના કર્મચારી તરીકેની ફોનમાં ઓળખ આપીને 94,678 રૂપિયાની કરાઇ ઠગાઈ

મોરબીમાં રહેતા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યુવાનને બેંકના કસ્ટમર કેરના કર્મચારી તરીકેની ફોનમાં ઓળખ આપીને હપ્તો જમા કરાવવા માટે થઈને ફોન પે માં પ્રોસેસ કરવામાં આવી હતી  ત્યારબાદ તેના બેન્ક એકાઉન્ટમાંથી અન્ય બેન્ક એકાઉન્ટની અંદર 94,678 રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા અને યુવાનની સાથે ઠગાઈ કરવામાં આવી હતી જેથી કરીને યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં ત્રાજપર રોડ ઉપર આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આનંદકુમાર ખીમજીભાઇ દેગામા (33) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે મોબાઈલ ફોન નંબર તથા કેનેરા બેન્કના એકાઉન્ટ નંબરના ધારક તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાંથી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને એક્સિસ બેન્કના કસ્ટમર કેરના કર્મચારી તરીકેની પોતાની ઓળખ આપી હતી અને ફરિયાદીને હપ્તો જમા કરાવવા માટે થઈને ફોન પે માં પ્રોસેસ કરાવી હતી ત્યાર બાદ ફરિયાદીના એક્સિસ બેન્કના એકાઉન્ટમાંથી 94,678 રૂપિયા કેનેરા બેંકના એકાઉન્ટ નંબર 917010038006665 માં ટ્રાન્સફર કરવીને મેળવી લીધા હતા અને યુવાનની સાથે ઠગાઈ કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

રંગપર ગામ પાસેથી બાઈકની ચોરી

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં રંગપર ગામ પાસે કારખાનાની બાજુમાં આવેલ શોપિંગ સેન્ટરમાં વજાભાઈ ભરવાડની દુકાનમાં ભાડેથી રહેતા મેસુભાઈ રમેશભાઈ માવી (24) નામના યુવાને અજાણ્યા શખ્સ સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે રંગપર ગામની સીમમાં લેમોરેક્સ કારખાનાની બાજુમાં આવેલ શોપિંગ પાસે તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 20 બીએમ 1891 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 60 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News