મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના માનગઢ વીજપોલનું અર્થીગ મેઇન વાયરને અડી જતાં નીકળતા હતા ગરમ વરાળ જેવા ધુમાડા


SHARE





હળવદના માનગઢ વીજપોલનું અર્થીગ મેઇન વાયરને અડી જતાં નીકળતા હતા ગરમ વરાળ જેવા ધુમાડા

હળવદના માનગઢ ગામે ઘર પાસે આવેલ વીજપોલની નીચેના ભાગમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા હતા અને ત્યાં જમીન પણ ગરમ થઈ ગયેલ હતી જેથી લોકોમાં ભારે કુતૂહલ હતું અને આ અંગેની તંત્રને જાણ કરવામાં આવતા તંત્ર દોડતું થયું હતું તેવામાં ઈન્ડિયા જીઓ લોજિસ્ટની ટિમ ત્યાં પહોચી હતી અને સ્થળ ઉપર ચેક કરીને અધિકારીએ કહ્યું હતું કે, ધરતીના પેટાળમાં કશું જ નથી પરંતુ જે વીજપોલ નીચેથી ધુમાડા નીકળી રહ્યા છે ત્યે પોલનો અર્થીગનો વાર ચાલુ વાયરને આદિ ગયો હતો જેથી જમીનમાં પાવર જતો હોવાથી જમીન ગરમ થઈ ગયેલ હતી અને ધુમાડા નીકળી રહ્યા હતા જો કે, વીજ કંપનીના અધિકારીએ સ્થળ ઉપર તેઓની ટેકનિકલ ખામીને દૂર કરવા માટેની ખાતરી આપીને વીજપોલ બદલવા માટેનું કહ્યું છે.

હળવદના માનગઢ ગામે જલ્પેશભાઈ રતિલાલભાઈ પટેલના ઘર પાસે  વીજપોલની નીચેના ભાગમાંથી બુધવારે ગરમ વરાળ જેવા ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું જેથી કરીને તેઓને તાત્કાલિક ગામના તલાટી મંત્રી તથા મામલતદાર સહિતના અધિકારીઓને આ અંગેની જાણ કરી હતી ત્યાર બાદ જીપીસીબી અને ભૂસ્તર વિભાગના અધિકારીઓ ત્યાં આવ્યા હતા ત્યાર બાદ મામલતદાર સહિતની ટિમ ત્યાં આવી હતી અને આજે બપોર પછી ઈન્ડિયા જીઓ લોજિસ્ટ  વિભાગના અધિકારીઓએ ત્યાં આવ્યા હતા અને ત્યારે પણ વીજપોલ પાસેથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા હતા જેથી કરીને અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી અને તપાસના અંતે ખોદ્યો પહાડ અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ જોવા મળ્યો હતો. હાલમાં  માનગઢના રહેવાસી જલ્પેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, તેઓના ઘર પાસે આવેલ વીજપોલ નીચેથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળી રહ્યા હતા અને જમીન ગરમ થઈ ગઈ હતી ત્યાં અધિકારીઓએ ચેક કર્યું હતું અને અધિકારી કહ્યું હતું કે, જમીનમાંથી કોઈ ગેસ નીકળતો નથી અને ગરમ વરાળ નીકળે છે તેની પાછળ બીજું કોઈ કારણ નથી પરંતુ ઘર પાસે જે વીજપોલ ઊભો કરવામાં આવેલ છે તેનું અર્થીગ મેઇન વાયરમાં અડી ગયું હતું જેથી વીજ પાવર જમીનમાં ઉતારી રહ્યો હતો તેવી ચોંકાવનારી માહિતી સામે આવી હતી અને વીજ કંપનીના અધિકારી પણ ત્યાં હાજર હતા અને વીજ કંપનીની ટેકનિકલ ખામી કે પછી બેદરકારીના લીધે આ બનાવ બનેલ હોવાનું સામે આવ્યું હતું જેથી વીજ કંપનીના અધિકારી વીજપોલ અને વીજ વાયર બદલવા માટેની ખાતરી આપી હતી. આમ તપાસના અંતે ધરતીના પેટાળમાં કોઈ હિલચાલ ન હોવાનું સામે આવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધેલ છે.




Latest News