મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીથી ચરાડવા જતાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની કારનો અકસ્માત: બેને ઇજા 


SHARE













મોરબીથી ચરાડવા જતાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની કારનો અકસ્માત: બેને ઇજા 

મોરબીથી ચરાડવા જતી કારને આડે ગાય ઉતરતા કાર રોડની નીચે ઉતારી ગઈ હતી જેથી કરીને આ કારમાં બેઠેલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી તેમજ અન્ય એક વૃધ્ધને ઈજા થઈ હોવાથી તેઓને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીથી ચરાડવા જતી કારની આડે ગાય આવી હતી જેથી કરીને કાર રોડ નીચેના ભાગમાં ઉતરી ગઈ હતી અને આ કારની અંદર બેઠેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી નીલકંઠ પ્રસાદ સ્વામી (ઉંમર ૪૩) તેમજ પ્રાણજીવનભાઈ મોહનભાઇ માકાસણા (૭૦) ને ઈજાઓ થઈ હતી માટે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના માનસર ગામે રહેતા સુરેશભાઇ ભીમાભાઇ બલદાણીયા (ઉંમર ૩૧) અને ધવલભાઈ ટીનાભાઇ બલદાણીયા (ઉંમર ૧૨) ને વાહન અકસ્માતમાં ઈજા થઈ હતી જેથી કરીને તે બંનેને મોરબી આયુષ હોસ્પિટલ ખાતે સારવાર લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

હળવદની અંદર રહેતા અનવરભાઈ પરમારના પત્ની રોશનબેન (ઉંમર ૫૦) ગાડીમાંથી નીચે પડી ગયા હતા જેથી તેઓને સારવાર માટે મોરબીના સાવસર પ્લોટમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ અકસ્માતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

 





Latest News