મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શોભેશ્વર રોડ ખાતેથી સગીરાનું અપહરણ


SHARE





મોરબીના શોભેશ્વર રોડ ખાતેથી સગીરાનું અપહરણ

 

 મોરબીના સામાકાંઠે આવેલા શોભેશ્વર રોડ ખાતે રહેતા મુળ ઉતરપ્રદેશના પરીવારની સગીર વયની દિકરી તા.29-8-26ના સાંજના ચારેક વાગ્યા બાદથી ગુમ થયેલ છે. ઘરમેળે શોધખોળ કરવા છતા સગીરાનો કોઈ પતો લાગ્યો ન હતો.જેથી ભોગ બનનાર સગીરાની માતાએ સીટી બી ડીવીઝન પોલીસમાં જાણ કરેલ છે કે તેઓની સગીરવયની દિકરી કહ્યા વગર કયાંક જતી રહેલ છે અગર તો કોઈ અજાણ્યા ઈસમ દ્વારા તેણીના ભોળપણાનો લાભ ઉઠાવીને તેણીનું અપહરણ કરવામાં આવેલ છે. હાલ મહિલાની ફરીયાદ ઉપરથી પોલીસે અજાણ્યા ઈસમ સામે અપહરણનો ગુનો નોંધીને ગુમ થયેલ સગીરાને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુમ પરત
 મોરબી વીસીપરા રાહિદાસપરા મેઈન રોડ ખાતે રહેતો પ્રકાશ બાબુભાઈ ચાવડા (ઉ.29) નામનો યુવાન તા.16/8ના ઘરેથી કંઈ કહ્યા વગર ચાલ્યો જતા ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પ્રકાશભાઈ ઘરે કંઈ કહ્યા વગર મિત્ર સાથે વાપી ખાતે સેન્ટીંગ કામ માટે ચાલ્યા ગયા હતા. જેની ઘરે જાણ ન હોય ગુમશુધા નોંધ દાખલ કરાવવામાં આવી હતી. જયારે મહેન્દ્રનગર ગામે આવેલા ઈન્દીરાનગરમાં રહેતા નલીન હસમુખભાઈ કાઠીયા (20) એ ઘરે કોઈ કારણસર દવા પી લેતા સારવાર માટે શિવમ હોસ્પીટલે ખસેડાયો હતો.

મહિલા સારવારમાં
 મોરબી સામાકાંઠે આવેલ વિપુલનગરમાં રહેતા શિતલબેન શૈલેષભાઈ વાઘેલા (40)ને ઘરે ઝઘડો થતા પતિએ માર મારતા સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા. તેમ પોલીસ જણાવેલ છે. જયારે ઘુંટુ ગામે પંચવટી સોસાયટીમાં રહેતા રીટાબેન દિપકભાઈ પટેલ (33)ને ઘરે પતિએ માર મારતા તેઓને પણ સિવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમજ મોરબી-2 ત્રાજપર ચોકડી પાસે ભરવાડ સમાજની વાડી નજીક આવેલ શ્રીરામ એપાર્ટમેન્ટમાં રહેતા લલીતાબેન રાહુલભાઈ મોહીતે (37)ને ઘરે પતિએ માર મારતા તેઓને અહીંની શિવમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેઓ મુળ મહારાષ્ટ્રના પુનાના વતની છે.

મારામારી
 મોરબી-2 મહેન્દ્રનગર ચોકડી સીએનજી પંપની પાસે કાર નં. જીજે 36 બી 9093ના ચાલકે ટકકર મારતા તુષારગીરી જગદીશગીરી ગોસાઈ (29) રહે. સરપદળ જી. રાજકોટ હાલ રહે. હરીઓમ પાર્ક ઘુંટુ જી. મોરબીને સારવાર માટે લઈ જવાયો હતો. જયારે ટંકારાના ઉમીયાનગરમાં રહેતા ભાયુભાઈ ભુદરભાઈ મહેરા (18)એ બાબુભાઈની વાડીએ કોઈ કારણસર દવા પી લેતા તેને એની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબી ખાતેથી મુળ મધ્યપ્રદેશના ઈન્દોરના રસીલપુરની વતની આરતીબેન આલાભાઈ સાગઠીયા (22) નામની યુવતી ગુમ થતા તેના ભાઈ અક્ષય સાગઠીયાએ તાલુકા પોલીસમાં જાણ કરી હતી. જેની તપાસમાં સામે આવ્યું હતું કે ગુમ થયેલ આરતીબેન રાજુકુમાર અહિરવાલ રહે. ભોપાલ સાથે પ્રેમ લગ્ન કરી લીધેલા છે. પોલીસે નિવેદનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News