મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના આમરણ અને જૂના ઘાટીલા ગામે જુગારની 2 રેડમાં 10 શખ્સો ઝડપાયા, 2 ફરાર


SHARE





મોરબીના આમરણ અને જૂના ઘાટીલા ગામે જુગારની 2 રેડમાં 10 શખ્સો ઝડપાયા, 2 ફરાર

મોરબી તાલુકાના આમરણ ગામે જુગારની રેડમાં પાંચ શખ્સો 71,500 ની રોકડ સાથે પકડાયા હતા અને એક શખ્સ નાસી ગયો હતો તેમજ જૂના ઘાટીલા ગામે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય તેની પાસેથી પોલીસે 18,500 ની રોકડ કબજે કરી હતી અને ત્યાંથી પણ એક શખ્સ નાસી ગયો હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબી તાલુકાના આમરણ ગામે વાણીયા શેરીમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા રજાકભાઈ કરીમભાઈ ચૌહાણ, આબેડીનભાઈ ઈકબાલભાઈ બુખારી, કરણભાઈ પ્રભુભાઈ વરાણીયા, સતારમીયા અહેમદમિયા બુખારી અને સોયેબભાઈ ઈસ્માઈલભાઈ સોલંકી રહે બધા આમરણ વાળા મળી આવ્યા હોય પોલીસે 71,500 ની રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે જોકે અશરફમિયા ગીગામિયા બુખારી રહે આમરણ વાળો નાસી છૂટેલ હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે શક્તિ પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી આશિષભાઈ દેવજીભાઈ અગેચાણીયા (24), જીગ્નેશકુમાર બળદેવભાઈ વીડજા (35), રમેશભાઈ બાબુભાઈ ભોજિયા (58), જયેશભાઈ ઉર્ફે જીગો લક્ષ્મણભાઈ ચાવડા (25), અબ્દુલકાદરી ઈબ્રાહીમભાઇ ચાનીયા (22)ને પકડવામાં આવેલ છે અને રણછોડભાઈ પરસોતમભાઈ સનુરા રહે. બધા જૂના ઘાટીલા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 18,500 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છ શખ્સોની સામે ગુનો નોંધીને નાસી છૂટેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરલે છે.




Latest News