મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના બુટવડા ગામેથી ગોરખપુર મોકલાવેલ 6 લાખના દાડમ બારોબાર સગેવગે કરનાર ટ્રાન્સપોર્ટ અને ડ્રાઇવર સામે ગુનો નોંધાયો


SHARE





હળવદના બુટવડા ગામેથી ગોરખપુર મોકલાવેલ 6 લાખના દાડમ બારોબાર સગેવગે કરનાર ટ્રાન્સપોર્ટ અને ડ્રાઇવર સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના બુટવડા ગામેથી 6 લાખ રૂપિયાની કિંમતના 12 ટન દાડમનો જથ્થો ટ્રકમાં ભરીને યુપીના ગોરખપુર ખાતે મોકલવામાં આવ્યો હતો જોકે ત્યાં વેપારીને આ દાડમનો જથ્થો ન પહોંચાડીને ટ્રાન્સપોર્ટર અને તેના ડ્રાઇવર દ્વારા વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
કચ્છ જિલ્લાના ભુજ ખાતે સિવિલ એરપોર્ટ રોડ ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા બલકારસિંગ ગુરમુખસિંગ ભટ્ટી (50) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગાડી નંબર યુપી 78 જેએન 5955 ના ડ્રાઇવર મુકેશભાઈ તથા ટ્રાન્સપોર્ટર પવનકુમાર વિનોદકુમાર બાજપાઈની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા 27/8 ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં હળવદ તાલુકાના બુટવડા ગામેથી ફરિયાદીએ 12 ટન દાડમ જેની કિંમત 6 લાખ રૂપિયા થાય છે તે પવનકુમારના ટ્રાન્સપોર્ટમાં ટ્રક ડ્રાઇવર મુકેશભાઈ મારફતે માલ ભરીને દાડમના જથ્થાને ગોરખપુર ખાતે રઇન ફ્રુટ કંપનીમાં માલ મોકલાવ્યો હતો જોકે આ છ લાખ રૂપિયાની કિંમતના દાડમનો જથ્થો મૂળ માલક સુધી ન પહોંચાડી ટ્રાન્સપોર્ટર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા ટ્રાન્સપોર્ટરે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News