મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાંથી એક-એક બાઈકની ચોરી


SHARE





મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાંથી એક-એક બાઈકની ચોરી

મોરબી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલના પાર્કિંગ તથા ઊંચી માંડલ ગામ પાસે કારખાનાના પાર્કિંગ આમ જુદી જુદી બે જગ્યાએથી એક એક બાઈક ચોરી થયેલ છે જેથી કરીને ભોગ બનેલા વ્યક્તિઓ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ બોટાદ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીમાં કુળદેવી પાન પાસે આવેલ મફતીયાપરામાં રહેતા હિંમતભાઈ બોરજીભાઈ વણોદિયા (29),  અજાણ્યા શખ્સ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ આપેલ છે જેમાં જણાવ્યું છે કે ગાંધી ચોક સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 9 ડીએચ 2527 પાર્ક કરીને મૂક્યું હતું જે 40,000 ની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.જ્યારે હળવદ તાલુકાના ચરાડવા ગામે નવા તળાવ પાસે આંબેડકરનગરમાં રહેતા અજીતભાઈ હીરાભાઈ સોલંકી (23)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ આપી છે જેમાં તેને જણાવ્યુ છે કે ઊંચીમાંડલ ગામ પાસે આવેલ નેક્સીઓન સરફેસ સિરામિક કારખાના બહાર પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 બીડી 3988 પાર્ક કરીને મૂક્યું હતું જે 60 હજાર રૂપિયા ની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ બૌદ્ધનગર સોસાયટીમાં રહેતા જીવાભાઇ દેવાભાઈ સોલંકી (58) એ હાલમાં ટ્રક નંબર આરજે 12 જીએ 1267 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે મોરબીના જેતપર રોડ ઉપર જસમતગઢ ગામના બસ સ્ટેશન પાસેથી તેઓ સીએનજી રીક્ષામાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી ટ્રક ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને આગળ જતી અજાણી રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી અને તે રીક્ષા ફરિયાદી જે રીક્ષામાં બેઠા હતા તેની પાછળના ભાગમાં અથડાતા અકસ્માત થયો હતો અને આ બનાવમાં આધેડને જમણા પગના કાંડાના ભાગે તથા નળાના ભાગે ફેક્ચર જેવી ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર લીધા બાદ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીએ આગળની કાર્યવાહી હાથ કરી છે.




Latest News