અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત મોરબીમાં પોલીસ સ્ટેશન સામેથી બાઈકની ચોરી કરનાર આરોપી ઝડપાયો મોરબીની પંચાસર અને અવની ચોકડી પાસે અકસ્માતના જુદા જુદા બે બનાવમાં પાંચ વ્યક્તિને ઇજા: બે કાર ચાલક સામે ફરિયાદ
Breaking news
Morbi Today

અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત


SHARE





અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત

મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ સિરામિક કારખાના લેબર ક્વાર્ટરમાં યુવતીએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જ્યારે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતો યુવાન નર્મદાની કેનાલમાં ડૂબી ગયો હોય મચ્છુ બે ડેમ ખાતેથી તેનો મૃતદેહ મળી આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મોરબીના લખધીરપુર રોડ ઉપર કારખાનામાં પતરાનું કામ કરતા સમયે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા ગંભીર ઇજા પામેલ યુવાનનું મોત નીપજ્યું છે

મોરબીના નીચી માંડલ ગામે આવેલ શેરોન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા પ્રિયાબેન વિનોદભાઈ નાગર (18)એ ઓરડીની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસને આપઘાતના બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના પલાસ ગામે રહેતા કાનાભાઈ મોતીભાઈ ગમારા મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કોરલ ગોલ્ડ યુનિટ બે સિરામિક કારખાનાના શેડમાં પતરાનું કામ કરતા હતા ત્યારે કોઈ કારણોસર પતરું તૂટી જવાના કારણે ઉપરથી નીચે પડવાના લીધે તેઓને ગંભીર ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે તેઓને રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગતા ન નીવડતા તેનું મોત નીપજ્યું હતું આ બનાવની વિપુલભાઈ કુકાભાઈ ગમારા રહે. લખધીરપુર તાલુકો મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ આલ્ફા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની કોલોનીમાં રહેતો અને મજૂરી કામ કરતો રાહુલભાઈ માનસિંગભાઈ નાયક (26) નામનો યુવાન કોઈપણ કારણોસર કારખાના પાસે આવેલ કેનાલના પાણીમાં ડૂબી ગયો હતો અને કેનાલમાં વહેતા પાણી સાથે તેનો મૃતદેહ મોરબીના મચ્છુ બે ડેમ સુધી પહોંચી ગયો હતો જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News