અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત મોરબીમાં પોલીસ સ્ટેશન સામેથી બાઈકની ચોરી કરનાર આરોપી ઝડપાયો મોરબીની પંચાસર અને અવની ચોકડી પાસે અકસ્માતના જુદા જુદા બે બનાવમાં પાંચ વ્યક્તિને ઇજા: બે કાર ચાલક સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત


SHARE





મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે કારખાના ગોડાઉન નજીકથી કોઈ અજાણ્યા 35 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોય તે બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે જ્યારે મોરબીના શોભેશ્વર નજીક આવેલ સોસાયટીમાં રહેતા યુવાનને બીમારી સબબ સારવારમાં ખસેડવામાં આવેલ હોય તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં સ્માર્ટી ગોડાઉનની બાજુમાં જાહેરમાં કોઈ અજાણ્યા 30 થી 35 વર્ષના યુવાનનો મૃતદેહ પડ્યો હોય તે અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ આ યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે આ બનાવની માળીયા મીયાણાના જુના ઘાટીલા ગામે રહેતા નીતિનભાઈ દીપકભાઈ વીડજા એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાનનું મોત
મોરબીના શોભેશ્વર નજીક આવેલ સોસાયટીમાં રહેતા રાજેશકુમાર હીરાલાલ કુરીલ (46) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે તબિયત બગડી હતી જેથી તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી




Latest News