હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો
મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર
SHARE
મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર
મોરબીના વિજયનગરમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા શખ્સોમાંથી એક શખ્સ નાસી ગયો હતો જોકે, પોલીસ સાત શાખાઓની 30,800 ની રોકડ સાથે ધરપકડ કરેલ છે અને પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ વિજયનગર સોસાયટીમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મનસુખભાઈ રામભાઈ સાણંદિયા (23) રહે. વિજયનગર રમેશભાઈ મગનભાઈ વસાણીયા (60) રહે. 403 અવધ રેસિડેન્સી વાલક પાટીયા સુરત, હસમુખભાઈ લખમણભાઇ કાનેટીયા (34) રહે. વિજયનગર, રાકેશભાઈ જીવરાજભાઈ લો (36) રહે ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર ત્રણ રવાપર, સુભાષભાઈ કુરજીભાઈ ભૂત (60) રહે. બોની પાર્ક નંદન વિલેજ એપાર્ટમેન્ટ મોરબી, હેમંતભાઈ ભગવાનભાઈ વડગામા (52) રહે. શિવાજી બસ સ્ટોપ પાસે ભોસરી રોડ આગળ પુના મૂળ રહે. વિજયનગર મોરબી, ભાવેશભાઈ ચંદુભાઈ રૂપાલા (34) રહે. ઇન્દ્રપ્રસ્થ સોસાયટી શેરી નંબર 2 કામધેનુ સામે મોરબી વાળાને 30,800 ની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા જો કે, પોલીસને જોઈને સ્થળ ઉપરથી પુનિતભાઈ રમેશભાઈ સુરાણી રહે. વિજયનગર વાળો નાસી ગયેલ હોય હાલમાં આઠ શખ્સો સામે ગુનો નોંધીને પોલીસે પુનિતભાઈ સુરાણીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.