મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો
મોરબીની પંચાસર અને અવની ચોકડી પાસે અકસ્માતના જુદા જુદા બે બનાવમાં પાંચ વ્યક્તિને ઇજા: બે કાર ચાલક સામે ફરિયાદ
SHARE
મોરબીની પંચાસર અને અવની ચોકડી પાસે અકસ્માતના જુદા જુદા બે બનાવમાં પાંચ વ્યક્તિને ઇજા: બે કાર ચાલક સામે ફરિયાદ
મોરબીની પંચાસર ચોકડી પાસે ત્રિપલ સવારી બાઈકને સ્કોર્પિયો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા ત્રણેય યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા આવી જ રીતે મોરબીની અવની ચોકડી પાસે ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા બે સગા ભાઇને ઇજા થઇ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બંને બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદી-જુદી બે ફરિયાદ નોંધાયેલ છે
મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ ગુજરાત ચક્કી ગુલાબનગર ખાતે રહેતા રાહુલ બાબુભાઈ અખિયાણી (20)એ સ્કોર્પિયો ગાડી નંબર જીજે 36 એપી 0083 ના ચાલક પ્રીત પાંચોટિયા રહે. મોરબી વાળાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ પશુ દવાખાના પાસેથી ફરિયાદી તથા સાહેદ કરણ અને સતીશ બાઈક નંબર જીજે 36 એક્યુ 6471 લઈને જઈ રહ્યા હતા અને પંચાસર ચોકડી પાસે બાઈક પાર્ક કરવું હતું તેવામાં સ્કોર્પિયો ગાડીના ચાલકે અચાનક યુ ટન લીધો હતો અને ફરિયાદીના બાઈકને હડફેટ લીધું હતું જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં ફરિયાદીને ડાબા હાથના કાંડાના ભાગે, કારણને જમણી બાજુએ કમરમાં તથા સતીશને પેટના ભાગે ઇજા થઈ હતી જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સ્કોર્પિયો ગાડીને ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
કાર ચાલકે ડબલ સવારી બાઇકને લેતા અકસ્માત
મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ ઠુંઠાની વાડી ખાતે રહેતા અને ગેરેજમાં મજૂરી કામ કરતા ધીરજભાઈ ખોડાભાઈ પરમાર (25) એ કાર નં જીજે 3 ટીઆર 2603 ના ચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, અવની ચોકડી પાસે હિતેશ પાન વાળી શેરીમાંથી તેઓ તથા તેનો ભાઈ બંને બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું. જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીને ડાબા પગમાં તથા તેના ભાઈને પણ ડાબા પગમાં ફ્રેક્ચર જેવી ઇજા થયેલ હોય બંનેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.