મોરબીમાં પોલીસ સ્ટેશન સામેથી બાઈકની ચોરી કરનાર આરોપી ઝડપાયો મોરબીની પંચાસર અને અવની ચોકડી પાસે અકસ્માતના જુદા જુદા બે બનાવમાં પાંચ વ્યક્તિને ઇજા: બે કાર ચાલક સામે ફરિયાદ મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

હળવદ: ભત્રીજાના લગ્ન માટે ઉછીના રૂપિયા પાછા આપવાની ચિંતામાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE





હળવદ: ભત્રીજાના લગ્ન માટે ઉછીના રૂપિયા પાછા આપવાની ચિંતામાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

હળવદના ચાડધ્રા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાને પોતાના ભત્રીજાના લગ્ન માટે ઉછીના રૂપિયા લીધેલા હતા અને ત્યારબાદ ભત્રીજાનો અકસ્માત થયો હોય તે કામ કરી શક્યો ન હતો જેથી ઉછીના લીધેલા રૂપિયા પાછા કેમ આપશે તે બાબતે તેને મનોમન લાગી આવ્યું હતું અને યુવાને વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ચાડધ્રા ગામની સીમમાં હસમુખભાઈ કાચરોલાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રાજુભાઈ બચુભાઈ પરમાર (32) નામના યુવાને વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની પોપટભાઈ મગનભાઈ પરમાર (21) રહે. હાલ ચાડધ્રા ગામની સીમમાં હસમુખભાઈની વાડીએ મૂળ રહે. દાહોદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાને પોતાના ભત્રીજાના લગ્ન માટે ઉછીના રૂપિયા લીધેલા હતા અને ત્યારબાદ તેના ભત્રીજાનો અકસ્માત થયો હતો જેથી તે કામ કરી શક્યો ન હતો માટે ઉછીના લીધેલા રૂપિયા પાછા કેવી રીતે આપશે તે બાબતે તેને મનોમન લાગી આવતા યુવાને ઝેરી દવા પી લીધી હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું આ અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News