વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા માટેલ રોડ ઉપરથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો


SHARE







વાંકાનેરના ઢુવા માટેલ રોડ પરથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેરના ઢુવા માટેલ રોડ પરથી નંબર પ્લેટ વગરનું બાઈક લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો તેને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસે બાઈકની આરસી બુક ન હોવાની સામે આવ્યું હતું અને આ બાઇક તેને ચોરી કરીને કે પછી છળકપટથી મેળવ્યું હોવાનું સામે આવ્યું હતુ જેથી બાઇક અને આરોપી બંને એસઓજીની ટીમે બાઈક તથા આરોપી બંને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દીધેલ છે.

મોરબી જિલ્લા એસઓજીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ ઉમિયા સીરામીક પાસેથી નંબર પ્લેટ વગરનું બાઈક લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસે તેની પાસેથી બાઈકની આરસીબુક અને કાગળ માંગ્યા હતા ત્યારે બાઇક લઈને નીકળેલ શખ્સ ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને તેની પાસેથી સંતોષકારક જવાબ ન મળતા પોલીસે એન્જિન નંબર અને ચેસિસ નંબર આધારે બાઈકની વિગત ચેક કરી હતી ત્યારે બાઈક ચોરીથી કે છળકપટથી મેળવેલ હોવાનું સામે આવ્યું હતું જેથી બીએનએસની કલમ 106 (1) મુજબ કાર્યવાહી કરીને આરોપી નવાજ નિઝામુદ્દીન શેરસીયા રહે. લિંબાળા તાલુકો વાંકાનેર વાળાને પકડવામાં આવેલ છે અને બાઈક તથા આરોપી બંને વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યા છે




Latest News