વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના બોકડથંભા ગામે બીમાર સાસુની ખબર પૂછવા આવેલ અજાણી મહિલા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી ગઈ


SHARE







વાંકાનેરના બોકડથંભા ગામે બીમાર સાસુની ખબર પૂછવા આવેલ અજાણી મહિલા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી ગઈ

વાંકાનેરના બોકડથંભા ગામે બીમાર સાસુની ખબર પૂછવા માટે થઈને આવેલ મહિલા પીઠના ભાગે ખંજવાળ આવે છે તેવું કહીને રૂમમાં કપડાં બદલવા માટે ગઈ હતી અને ત્યાં રાખવામા આવેલ તિજોરીમાંથી સોનાની બે જોડી બુટ્ટી તથા ચાંદીના સાંકડાની ચોરી કરી હતી જેથી 63 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની મહિલાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેર તાલુકાના બોકડથંભા ગામે રહેતા શોભનાબેન ભરતભાઈ સરાવાડીયા (40)અજાણી મહિલાની સામે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે તેઓના સંબંધી મનીષાબેન અને તેઓની સાથે એક અજાણી મહિલા ફરિયાદીના સાસુ બીમાર હોવાથી તેની ખબર પૂછવા માટે તેઓના ઘરે આવ્યા હતા અને ત્યારે અજાણી મહિલાએ પીઠમાં ખંજવાળ આવે છે તેવું બહાનું કર્યું હતું અને ત્યાર બાદ કપડા બદલાવા માટે ફરિયાદીના રૂમ ગઈ હતી અને ત્યારે ત્યાં રૂમમાં રાખવામા આવલે તિજોરીમાંથી સોનાની બે જોડી બુટ્ટી જેનો વજન 13 ગ્રામ અને કિંમત 50,000 રૂપિયા તથા ચાંદીના સાંકડા જેનો વજન 300 ગ્રામ તથા કિંમત 13,000 આમ કુલ મળીને 63 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News