મોરબી મહાપાલિકાના જનરલ બોર્ડમાં સફાઈ, ટ્રાફિક, મચ્છુ નદીની સફાઈ સહિતના પ્રશ્નો ગુંજયા મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ મોરબીના વનાળિયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરના સિંધાવદર ગામે સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત હળવદના રાણેકપર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રૉલી સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ હળવદમાં ગટર ઉભરાતી હોય પાલિકાના શટરને તાળું મારનારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે ડમ્પરની કચડાઈ જવાથી વતનમાં જઈ રહેલા યુવાનનું મોત


SHARE





મોરબીના લાલપર ગામ પાસે ડમ્પરની કચડાઈ જવાથી વતનમાં જઈ રહેલા યુવાનનું મોત

મોરબીના ઊંચી માંડલ ગામે રહેતા યુવાનનો ભાઈ તેના વતનમાં રાજસ્થાન જઈ રહ્યો હતો તેવામાં વાંકાનેર હાઇવે રોડ ઉપર લાલપર ગામ પાસે સર્વિસ રોડ ઉપર ડમ્પર ચાલકે રાહદારી યુવાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ડમ્પરના તોતિંગ ટાયર નીચે કચડાઈ જવાના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.  

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ ઉંચી માંડલ ગામની સીમમા આવેલ વેરીટાસ સીરામીકના કારખાનાની લેબર કોલોનીમા રહેતા અકબર મુલ્કીભાઈ ખાન (19)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નં જીજે 36 વી 5291 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગઇકાલે બપોરના સમયે મોરબીના લાલપર ગામ પાસે આવેલ સ્મશાનની સામેના ભાગમાંથી ફરિયાદીનો ભાઈ સુલ્તાન મુલ્કીભાઈ ખાન (18) તેના વતનમાં જવા માટે જતો હતો તેવામાં સર્વિસ રોડ ઉપર રોંગ સાઇડમાં આવેલા ડમ્પરના ચાલકે ફરિયાદીના ભાઈને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને આ બનાવમાં યુવાન ડમ્પરના પાછળના જોટામાં આવી જતાં ટાયર નીચે કચડાઈ જવાથી ગંભીર ઇજા થવાના લીધે તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે. ઉલેખનીય છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર નિર્દોષ લોકોના જીવ લેતા હોય છે તેમ છતાં પણ બેફામગતિએ દોડતા ડમ્પરોને બ્રેક લગાવવા માટે પોલીસ, ખાણ ખનીજ કે આરટીઓ વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. જેથી નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.




Latest News