મોરબી મહાપાલિકાના જનરલ બોર્ડમાં સફાઈ, ટ્રાફિક, મચ્છુ નદીની સફાઈ સહિતના પ્રશ્નો ગુંજયા મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ મોરબીના વનાળિયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરના સિંધાવદર ગામે સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત હળવદના રાણેકપર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રૉલી સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ હળવદમાં ગટર ઉભરાતી હોય પાલિકાના શટરને તાળું મારનારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

નેશનલ હાઇવે રોડ ઉપર બકડો મૂકીની અજાણ્યા શખ્સે ત્યાં આરામ ફરમાવ્યો !: મોરબીના લાલપર પાસેનો બનાવ


SHARE





નેશનલ હાઇવે રોડ ઉપર બકડો મૂકીની અજાણ્યા શખ્સે ત્યાં આરામ ફરમાવ્યો !: મોરબીના લાલપર પાસેનો બનાવ

મોરબીના લાલપર ગામ પાસેથી પસાર થતાં નેશનલ હાઇવે રોડ ઉપર રાત્રિના સમયે કોઈએ અજાણ્યો શખ્સ લાકડાનો બાકડો લઈને આવ્યો હતો અને હાઇવે ઉપર બકડો મૂકીને તેના ઉપર સુઈ ગયો હતો આટલું જ નહીં પરંતુ ડબલ પટ્ટીના રોડમાં એક બાજુ પોતે સૂતો હતો અને બીજી બાજુએ તેને પથ્થર મૂકી દીધા હતા જેથી રસ્તા ઉપર થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હતો ત્યારબાદ આ શખ્સ પોતાની જાતે ત્યાંથી બાંકડો લઈને ચાલતો થઈ ગયો હતો જો કે, કયા કારણોસર આ શખ્સે આવું કૃત્ય કર્યું હતું તે પ્રશ્ન હજુ યથાવત છે.

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસે અગાઉ ખાડા હતા તેના કારણે ટ્રાફિકજામના પ્રશ્નો ઊભા થતા હતા જો કે, ગત રાત્રીના સમયે વિચિત્ર બનાવ બન્યો હતો જેમાં રાત્રિના સમયે લાલપર ગામ પાસે નેશનલ હાઈવે રોડ ઉપર ડબલ પટ્ટીના રસ્તામાં એક સાઇડ ઉપર રોડની વચ્ચોવચ્ચ લાકડાનો બાકડો મૂકીને યુવાન તેના ઉપર સુઈ ગયો હતો અને બીજી બાજુએ તેને પથ્થર મૂકી દીધા હતા જેથી થોડીવાર માટે હાઇવે ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો ત્યારબાદ ત્યાંથી વાહન લઈને પસાર થતા વાહન ચાલકોએ તેને બકડો લઈને રોડ સાઇડમાં જવા માટે કહ્યું હતું તો પણ આ શખ્સ બકડા ઉપર ઘરમાં સૂતો હોય તે રીતે બિન્દાસ આરામ કરવામાં આવ્યો હતો અને બાદમાં આ શખ્સ ત્યાંથી બાંકડો લઈને પોતે પોતાની જાતે જ ત્યાંથી જતો રહ્યો હતો. જોકે ક્યા કરણોસર આ શખ્સ હાઇવે ઉપર બકડો લઈને સૂતો હતો તે તપાસનો વિષય છે પરંતુ સ્થળ ઉપર હાજર રહેલા લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે નેશનલ હાઈવે રોડ ઉપર બાકડો લઈને સૂઈ ગયેલ શખ્સ નશાની હાલતમાં હતો અને ત્યાં રોડ પાસે આવેલ દુકાનની બહારના ભાગમાં પડેલ બકડાને ઉપાડીને તે રોડ ઉપર લઈને આવ્યો હતો અને ત્યાં રોડ ઉપર બકડો મૂકીને સૂઈ ગયો હતો.




Latest News