મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન


SHARE





ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન

ટંકારા તાલુકાની મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી હેતલબેન સોલંકી (વરૂ)ને  મહામહિમ રાજ્યપાલશ્રીના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ગત તા. ૫ સપ્ટે. ૨૦૨૬ના રોજ શિક્ષક દિન નિમિત્તે ગાંધીનગર સ્થિત PDPU ઓડિટોરિયમ ખાતે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની શ્રી મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૬ વર્ષથી ભાષા શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપતા શ્રીમતી હેતલબેન કાંતિલાલ સોલંકી (વરૂ)ને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકએનાયત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા રાજ્યના પ્રતિભાશાળી ૪૦ શિક્ષકોનું બહુમાન કરાયું હતું. જેમાં શ્રીમતી હેતલબેન સોલંકી નો પણ સમાવેશ થાય છે અને તેઓને રાજ્યપાલના હસ્તે શાલ, પ્રમાણપત્ર અને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જ્યારે મુખ્યમંત્રી દ્વારા સ્મૃતિચિહ્ન એનાયત કરી તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સેવાઓને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા તથા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ તા. ૪ સપ્ટે. ના રોજ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાના નિવાસસ્થાને એક વિશેષ સ્નેહમિલન અને વિચારગોષ્ઠીનું આયોજન થયું હતું. જેમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, વિભાગના નાયબ નિયામક પંકજ ત્રિવેદી તથા ડૉ. નિવેદિતા વાજાની ઉપસ્થિતિમાં બંને શિક્ષણ મંત્રીઓ દ્વારા તમામ ૪૦ પુરસ્કૃત શિક્ષકો અને તેમના પરિજનો સાથે વ્યક્તિગત મુલાકાત કરવામાં આવી હતી.




Latest News