મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ
Breaking news
Morbi Today

મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ


SHARE





મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ

મોરબી શહેરમાં દાઉદી વ્હોરા સમાજ માટે બુધવાર, ગુરુવાર અને શુક્રવાર વિશેષ દિવસ છે કેમ કે, દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ મૌલા ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) મોરબી આવી રહ્યા છે અને બુધવારે સાંજે 5:00 વાગ્યે મૌલા સાહેબ મોરબીમાં આવશે તેને લઈને હાલમાં સમગ્ર દાઉદી વ્હોરા સમાજમાં ખુશીની લાગણી છે અને ધર્મગુરુને આવકારવા માટે સમાજના લોકોમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

મૌલા સાહેબ મોરબી આવે છે ત્યારે સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ તેમજ વડીલો દ્વારા મૌલા સાહેબના સ્વાગતને યાદગાર બનાવવા માટે વિવિધ તૈયારીઓને કરવામાં આવેલ છે. અને મૌલા સાહેબના આગમનની ખુશી મોરબીની નાની બજાર અને ફકરી પાર્ક વિસ્તારમાં આવેલા દાઉદી વ્હોરા સમાજના વિસ્તારોમાં શેરી-ગલીઓ, મકાનો અને દુકાનોને આકર્ષક રીતે સજાવવામાં આવી છે. મૌલા સાહેબના દર્શન અને તેમના પવિત્ર સાનિધ્યનો લાભ મેળવવા માટે સમાજના લોકોમાં ભારે આતુરતા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે




Latest News