વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો


SHARE







હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો

હાલમાં રાજકોટ ખાતે રહેતા યુવાને હળવદમાં રહેતી તેની માતા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોગસ સહી કરીને પોસ્ટ ઓફિસમાં આવેલા બચત ખાતામાં મોબાઈલ નંબર બદલવા માટેની પ્રક્રિયા કરી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને યુવાનની  ખોટી સહી કરનાર તેની માતાને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે

રાજકોટમાં વસુંધરા કેનાલ રોડ ઉપર રહેતા અને એલએલબીનો અભ્યાસ કરતા પાર્થ અનિલકુમાર માનસેતા (28)હાલમાં તેની માતા નયનાબેન માણેકલાલ મેઢા રહે. ગિરનારીનગર હળવદ વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ તથા તેના માતાનું હળવદની સબ પોસ્ટ ઓફિસ ખાતે જોઈન્ટ બચત એકાઉન્ટ છે આ એકાઉન્ટની અંદર ફરિયાદીનો મોબાઇલ નંબર અપડેટ કરવા માટે થઈને ત્યાં વાઉચર ફોર્મ આપવામાં આવ્યું હતું જેના આધારે મોબાઈલ નંબર અપડેટ કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને તેનો મેસેજ ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર આવ્યો હતો જેથી તેઓએ ઇમેલ મારફતે પોસ્ટ ઓફિસનો સંપર્ક કર્યો હતો અને જેના વળતા જવાબમાં ઇમેલ મારફતે તેઓને પોસ્ટ ઓફિસેથી વાઉચર ફોર્મ મોકલવામાં આવ્યું હતું જે વાઉચર ફોર્મ સેવિંગ એકાઉન્ટમાં મોબાઈલ નંબર બદલવા માટેનું હતું અને તેમાં ફરિયાદીની સહી પણ કરેલી હતી જોકે, આ સહી ફરિયાદી દ્વારા કરવામાં આવી ન હતી. જેથી ફરિયાદીએ વધુ તપાસ કરતા આ વાઉચર ફોર્મ તેમની માતાએ મોબાઈલ નંબર ફેરફાર કરવા માટે થઈને સબ પોસ્ટ ઓફિસમાં આપ્યું હોવાનું સામે આવ્યું હતું આમ યુવાનની માતાએ તેની ખોટી સહી વાઉચર ફોર્મમાં કરીને મોબાઈલ નંબર બદલવા માટેની અરજી કરી હતી અને ફોર્મમાં ખોટી સહી કરવામાં આવેલ છે તેની જાણ હોવા છતાં પણ યુવાનની માતાએ આ ફોર્મ પોસ્ટ ઓફિસમાં જમા કરીને યુવાનની ખોટી સહીનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો જેથી હાલમાં દીકરાએ તેની સગી માતા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News