મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ


SHARE





ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ

મોરબી-રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો કેમ્પર ગાડીને પોલીસે રોકી હતી અને ચેક કરી હતી ત્યારે તે ગાડીમાં શીટની નીચેના ભાગમાં બનાવેલ ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂની નાની 1248 બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ, ગાડી અને મોબાઈલ ફોન મળીને 6.33 લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને 2 આરોપીની ધરપકડ કરેલ છે અને એક શખ્સની શોધખોળ ચાલી રહી છે.

મોરબીના એસપી મુકેશ પટેલ અને ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારાના પીઆઈ જે.ડી.ઝાલા તથા તેઓની ટીમ પ્રોહી ડ્રાઇવ સબબ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ હકિકત આધારે આધારે મોરબી-રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારાના નગરનાકા પાસેથી બોલેરો કેમ્પર ગાડી નંબર જીજે 3 બીવી 9752 પસાર થઈ રહી હતી જેને રોકીને ચેક કરતા આ ગાડીમાં શીટ નીચે, ઠાઠામાં તેમજ ટોપ ઉપરના ભાગે બનાવેલ ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂના પ્લાસ્ટીકના અલગ અલગ બ્રાન્ડના 1248 ચપલાઓ જેની કિંમત 3,27,840 અને ગાડી નંબર 3 લાખ તેમજ 5,500 2 મોબાઇલ ફોન આમ કુલ મળીને 6,33,340 મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી દશરથભાઇ હરકનભાઇ રબારી (30)રહે. રામપુરા છોટા જિલ્લો બનાસકાંઠા અને બાબુરામ જવાનાજી ભાડકા (45) રહે. જારડા ગામ રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મહેન્દ્રભાઇ બાબુરામ રબારી રહે. પાલ કુડા રાજસ્થાન વાળાનું નામ સામે આવ્યું હોય હાલમાં ત્રણેય શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News