વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ


SHARE







વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ

વાંકાનેરની મેઇન બજારમાં આવેલ સોનીની દુકાને બે મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી ત્યાર બાદ ત્યાં વેપારીની નજર ચૂકવીને સોનાની 65 બાલીઓની ચોરી કરી હતી જેથી 1.85 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાની દુકાનદાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે તમામ મુદ્દામાલ સાથે પોલીસે બે મહિલા આરોપીની ધરપકડ કરેલ છે
 
થાન તાલુકાના સરોડી ગામે રહેતા અરવિંદભાઈ જીવણભાઈ કુમખાણીયા (32)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતુ કે, વાંકાનેરની મેઇન બજારમાં નવકાર સિલેક્શન સામે ખુશાલ જ્વેલર્સ નામની સોના ચાંદીની તેઓની દુકાને આવેલી છે અને ત્યાં બે મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી અને ફરિયાદીની નજર ચૂકવીને સોનાની બાલી 65 નંગ જેનો કુલ વજન 14 ગ્રામ અને કિંમત 1.85 લાખ રૂપિયા થાય છે તે સોનાની બાલીની ચોરી કરેલ હતી જેથી દુકાનદાર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં આરોપી મનિષાબેન ધીરુભાઈ સોલંકી રહે. મંગલમ પાર્ક ખોડીયારનગર ગોંડલ તથા મીનાબેન ઉર્ફે તનુ રાહુલભાઈ રાઠોડ રહે ઉબાડા ચોકડી ગોંડલ વાળાની ધરપકડ કરેલ છે અને તેઓની પાસેથી ચોરી કરેલ 65 સોનાની બાલી જેની કુલ કિંમત 1.85 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે




Latest News