મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE





મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા તાજેતરમાં 17 મો સરસ્વતી સન્માન સમારોહ મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે યોજાયો હતો જેમાં 240 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના માર્કશીટ રજૂ કર્યા હતા. અને દરેક વિભાગમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર 97 વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ શૈક્ષણિક કીટ  આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સન્માન સમારોહમાં આહીર સમાજના 6 નિવૃત્ત કર્મચારીઓ, નવનિયુક્ત ક્લાસ વન અને ટુ અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ કાર્યક્રમના સહયોગીદાતા ચાવડા વિક્રમભાઈ ધીરુભાઈ હતા આ કાર્યક્રમ માતૃશ્રી રામબાઇમાની જગ્યાના મહંત પ્રભુદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં રામધન આશ્રમના મહંતા ભાવેશ્વરી માતાજી તેમજ રામબાઈ માં આશ્રમ મયુરનગરના મહંતા વ્રજ કિશોરીબેન હાજર રહ્યા હતા. આ તકે જયશ્રીબેન જરૂ, નિર્મળભાઈ ગોગરા, ઇલાબેન ચૌહાણ, તેમજ આશિષભાઈ મિયાત્રા દ્વારા કારકિર્દીલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

સમાજના અગ્રણીઓ લાખાભાઈ જારીયા, ચંદુભાઈ હુંબલ, અમુભાઈ હુંબલ, ચંદુભાઈ લાવડીયા, અશ્વિનભાઈ ડાંગર, વિપુલભાઈ ગરચર, ભાવિકભાઈ જારીયા, ભુપેન્દ્રભાઈ જારીયા, સીતાબેન હુંબલ, બ્રિજેશભાઈ કુંભારવાડીયા, ડૉ.રામભાઈ વારોતરિયા, મહેન્દ્રભાઈ કચોટ તેમજ અજયભાઈ ડાંગર વગેરેએ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ તેમજ મંત્રી મહેશભાઈ ડાંગર તથા તમામ કારોબારી સભ્યો સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં સ્ટેજ સંચાલન મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના સહમંત્રી રાજેશભાઈ મંઢ તથા રમેશભાઈ છૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. 




Latest News