મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

હળવદના સમલી રોડે કેનાલમાંથી મળેલ માનવ કંકાલને ફોરેન્સિકમાં મોકલાયું: મૃતકની ઓળખ મેળવવા તજવીજ


SHARE







હળવદના સમલી રોડે કેનાલમાંથી મળેલ માનવ કંકાલને ફોરેન્સિકમાં મોકલાયું: મૃતકની ઓળખ મેળવવા તજવીજ

હળવદ તાલુકાનાં ચરાડવા ગામ નજીક લી રોડ ઉપરથી પસાર થતી કેનાલમાંથી અજાણ્યાં પુરુષનું કોહવાઈ ગયેલી હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હતું જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કેનાલમાંથી કંકાલને બહાર કાઢીને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે હાલમાં તજવીજ શરૂ કરવામાં આવે છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મથક ગામે  રહેતા અસરફભાઈ હમીરભાઈ વડગામા જાતે મુસ્લિમે હળવદ પોલીસને જાણ કરી હતી કે હળવદ નજીકના ચરાડવા ગામ પાસે સમલી રોડ ઉપરથી પસાર થતી કેનાલમાં અજાણ્યા પુરૂષની લાશ પડી છે જેથી કરીને હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપર જઈને તપાસ કરતાં મૃતક વ્યક્તિના શરીર ઉપર ચામડી હતી અને માત્ર કંકાલ મળી આવ્યું હતું જેથી કરીને આ મૃતક વ્યક્તિના કંકાલને કેનાલમાથી કાઢી ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને મૃત વ્યક્તિની ઓળખ મેળવવા માટેની હાલમાં હળવદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવે છે






Latest News