મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા
SHARE
હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા
હળવદના ચંદ્રગઢ ગામની સીમમાં આવેલ વાડીએ જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,61.500 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી જયારે રાયસંગપર ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવતા 7 શખ્સો 23,700 ની રોકડ સાથે ઝપડાયા હતા.
હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં વિષ્ણુભાઈ જેરામભાઈ હડિયલની વાડીએ જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નાનજીભાઈ સુખાભાઈ હડિયલ રહે. જૂની મામલતદાર કચેરી સામે હળવદ, રમેશભાઈ જહાભાઈ ચાવડા રહે. કોંઢ કનકપુર તાલુકો ધાંગધ્રા, ચંદુભાઈ બેચરભાઈ તારબુંદીયા રહે. કોંઢ કનકપુર તાલુકો ધાંગધ્રા, તુલસીભાઈ ચતુરભાઈ સુરાણી રહે. શિવપુર તાલુકો હળવદ, જગદીશભાઈ શંકરભાઈ સોનાગ્રા રહે. લીલાપર ચંદ્રગઢ તાલુકો હળવદ અને શામજીભાઈ મોહનભાઈ લોદરીયા રહે. બુટવડા તાલુકો હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,61,500 ની રોકડ સાથે આરોપીઓને પકડી લીધા હતા જયારે હળવદના રાયસંગપર ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા રાજુભાઈ બીજલભાઇ ડાભી, ભરતભાઈ દેવજીભાઈ સોઢા, હરખાભાઈ થોભણભાઈ કંઝારીયા, નવઘણભાઈ બચુભાઈ ગેડાણી, વિઠ્ઠલભાઈ પ્રભુભાઈ ડાભી, રમેશભાઈ લાભુભાઈ ગેડાણી અને સુરેશભાઈ ગંગારામભાઈ સોઢા રહે. બધા રાસંગપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 23,700 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારના બંને ગુના નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે