મોરબી શહેર, હળવદના રાણેકપર અને માળિયાના જૂના દેવગઢ ગામે જુગારની 4 રેડમાં 22 શખ્સો ઝડપાયા
હળવદના ઘનશ્યામપુર ગામ નજીકથી 500 લીટર દેશી દારૂનો જથ્થો ભરેલી ઇકો ગાડી સાથે 3 ઝડપાયા: 4 લાખનો મુદ્દામાલ કબજે, 1 ની શોધખોળ
SHARE
હળવદના ઘનશ્યામપુર ગામ નજીકથી 500 લીટર દેશી દારૂનો જથ્થો ભરેલી ઇકો ગાડી સાથે 3 ઝડપાયા: 4 લાખનો મુદ્દામાલ કબજે, 1 ની શોધખોળ
હળવદના ઘનશ્યામપુર ગામ પાસેથી પસાર થતી ઈકો ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે ઇકો ગાડીમાંથી 500 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી ઇકો ગાડીમાં બેઠેલા ત્રણ શખ્સોની કુલ મળીને 4 લાખના મુદ્દામાલ સાથે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંઘીને ગાડીમાં દેશી દારૂનો જથ્થો ભરી આપનાર આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઘનશ્યામપુર ગામ પાસે સરા રોડ ઉપરથી ઈકો ગાડી નંબર જીજે 13 એએમ 4027 પસાર થઈ હતી જે ઇકો ગાડી ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી 500 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે 1લાખનો દારૂ તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ફિરોજ ફતેહખાન મકરાણી (29), આસિફ મનસુરભાઈ મીર (47) અને અફઝલ અલારખાભાઈ મકરાણી (31) રહે બધા જ કબ્રસ્તાન પાસે ધાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન ગાડીની અંદર આ દારૂનો જથ્થો તેઓને ચોટીલા તાલુકાના ખાટડી ગામના શિવરાજભાઈ ગભરૂભાઈ કાઠી દરબાર એ ભરી આપ્યો હતો અને ફિરોજભાઈની ગાડીમાં આસીફ અને અફઝલ દારૂનો જથ્થો લઈને હળવદ થઈને ધાંગધ્રા બાજુ જઈ રહ્યા હતા દરમિયાન તેને હળવદ પોલીસે પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે