વાંકાનેરના કણકોટ ગામે જૂના મનદુ:ખનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે ધોકા, પાઇપ અને ધારિયા વડે સામસામે મારા મારી વાંકાનેરના સરતાનપર નજીક બાઈક ચલાવવા બાબતે પિતા-પુત્ર ઉપર 6 શખ્સોનો ધોકા વડે હુમલો મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં શ્રમિકોના કવાર્ટરમાંથી 7 મોબાઈલ ફોનની ચોરી મોરબી શહેરમાં 4 અને હળવદના સુસવાવ ગામે 1 જુગારની રેડમાં કુલ 29 શખ્સો પકડાયા મોરબી શહેર-તાલુકમાં અપમૃત્યુના ત્રણ બનાવ: 1 બાળક-2 યુવાનના મોત મોરબીના ભરતનગર નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટ: 3 શખ્સો સામે ફરિયાદ મોરબીના લીલાપર રોડ ઉપર કાર ચાલકે હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત મોરબીમાં યુવાશક્તિ ગ્રુપની મહિલાઓ દ્વારા ફાયરના જવાનોને બંધવામાં આવી રાખડી
Breaking news
Morbi Today

અમેરીકા રહેતા ભાઈની રક્ષા માટે મોરબીમાં રક્ષાબંધને સદાવ્રતમાં કર્યું પ્રસાદનું આયોજન


SHARE





અમેરીકા રહેતા ભાઈની રક્ષા માટે મોરબીમાં રક્ષાબંધને સદાવ્રતમાં કર્યું પ્રસાદનું આયોજન

મોરબીના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવે છે ત્યારે મોરબીના લેઉઆ પાટીદાર સમાજના અગ્રણી સરદાર પટેલ પાટીદાર સમાજ-ટંકારાના સ્થાપક પ્રમુખ કે.પી.ભાગીયાની દીકરી ઉર્વશીબેન કીશનભાઈ ઠુમ્મર (રાજ બેંક) દ્વારા સાત સમુદ્ર પાર અમેરિકા રહેતા ભાઈ સુમિતભાઈની રક્ષા માટે મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજાયો હતો આ તકે બહેને ભાઈને વિડીયો કોલ દ્વારા પૂ.જલારામ બાપાના દર્શન કરાવ્યા હતા. અને મંદિરે સુમિતભાઈના બહેન ઉર્વશીબેન, ભાણેજ તત્વકુમાર, માતા જયાબેન તથા પિતા કે.પી.ભાગીયા સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ ધામના સંચાલકો દ્વારા ભાગીયા પરિવારને બિરદાવવામાં આવેલ હતો. તેવી માહિતી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડ દ્વારા આપવામાં આવી હતી.




Latest News