મોરબી સબજેલ ખાતે જેલ પ્રસશનના સહયોગથી સગી બહેનોએ ભાઈઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી
મોરબીમાં ડ્રેનેજ સમિતિના ચેરમેને સફાઈ કર્મી બહેનોના હસ્તે રાખડી બંધાવીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી
SHARE
મોરબીમાં ડ્રેનેજ સમિતિના ચેરમેને સફાઈ કર્મી બહેનોના હસ્તે રાખડી બંધાવીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી
મોરબી મહાનગર પાલિકાના વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર અને મહાનગરપાલિકાની ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડારીયાએ સફાઈ કર્મચારી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી અને સામાજિક સમરસતા, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી બહેનોના હાથે રાખડી બંધાવીને તેઓના ચેરમેને આશીર્વાદ લીધા હતા આ ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા શહેરને સ્વચ્છ રાખવા માટે દિવસ-રાત મહેનત કરતા સફાઈ કર્મચારીઓના કાર્યની સરાહના કરી "વસુધૈવ કુટુંબકમ્" ની ભાવના જળવાય રહે જે સફાઈ કર્મચારીઓ આપણી આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખીને રોગચાળા સામે આપણું રક્ષણ કરે છે, તેથી ખરા અર્થમાં તેઓ પણ આપણા "રક્ષક" છે. આ ઉજવણી માત્ર એક તહેવાર પૂરતી સીમિત ન રખતા, સફાઈ કર્મચારીઓ પ્રત્યે માનવતા માન-સન્માનની લાગણી જાળવી રાખવાની પ્રેરણા આપે છે









