વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબી સિવિલમાં ખાલી પડેલ ડોકટરની જગ્યાઓ ભરવા સીએમને રજૂઆત


SHARE











મોરબી સિવિલમાં ખાલી પડેલ ડોકટરની જગ્યાઓ ભરવા સીએમને રજૂઆત

મોરબી સીવીલ હોસ્પીટલમાં ડોકટરોની ઘણી જગ્યા છેલ્લા ઘણા વર્ષોથી ખાલી છે તેને ભરવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ ધ્યાને લેવામાં આવેલ નથી જેથી કરીને વધુ એક વખત મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા સિવિલમાં ડોક્ટરોની જગ્યા ભરવા માટે સીએમ અને ડેપ્યુટી સીએમને રજૂઆત કરવામાં આવી છે

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ જી. બાંભણીયા, જનકભાઈ રાજા, અશોક ખરસરીયાએ સીએમ અને ડેપ્યુટી સીએમને લેખિતમાં રજૂઆત કરી છે કે, જીલ્લા કક્ષાની સિવિલ હોસ્પીટલમાં મહત્વ પુર્ણ ડોકટરની ઘટ છે જેને દૂર કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, સીરામીક નગરી સરકારની સાથે હમેશા રહે છે તો પણ મહત્વપુર્ણ સુવિધા આપવામાં રાજય સરકાર દિન પ્રતિદિન ઉણી ઉતરી રહી હોય તેવો ઘાટ સિવિલમાં જોવા મળે છે મોરબીના ઉદ્યોગમાથી સરકારને વર્ષે કરોડો રૂપિયાના ટેકસની આવક થાય છે તો પણ અહીના લોકોને સારી આરોગ્યલક્ષી સેવાઓ મળી નથી રહી તે હક્કિત છે મોરબી જીલ્લા કક્ષાની સિવીલ હોસ્પીટલમાં ઓર્થોપેડીક ડોકટર જ નથી માટે ના છુટકે મજુરોને ખાનગી હોસ્પીટલમાં જવું પડે છે જે સરકાર માટે શરમજનક કહેવાય તો આવી જ સ્થિતિ ચામડીના વિભાગની છે જેથી તાત્કાલીક ચામડીના ડોકટર ની નિમણુક કરવી જરૂરી છે હોસ્પિટલ માં રેડિયોલોજીસ્ટ ડોકટર જ ન હોવાથી કરોડો રૂપિયાના સાધનો ધુળ ખાઇ છે તો ધાત્રી (ગર્ભવતી) માતાઓને પ્રાઇવેટમાં સોનોગ્રાફી માટે દોડવું પડી રહ્યુ છે માટે સરકાર તાત્કલિક ધટતી સુવિધા જીલ્લા હોસ્પીટલમાં મળી રહે તેવી માંગ કરી છે

મોરબી ટુડે માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ

 






Latest News