મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ


SHARE





ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ

ટંકારામાં જેઠા નાનજી પટેલની હત્યા અંગે પકડાયેલા આરોપીઓ વિરુધ્ધ સરકારે કરેલ અપીલ હાઇકોર્ટે નામંજુર કરેલ છે. આ બનાવની વિગત એવી છે કે ટંકારા પોલીસમાં તા.3-8-98ના રોજ ગુજરનાર જેઠાભાઇ નાનજીભાઇ પટેલના મોટાભાઇ ભીખાભાઇ પટેલે તેના ભાઇના ખુન અંગેની ફરિયાદ નોંધાવેલ જેમાં પોલીસે આરોપી તરીકે બનુભા ચંદુભા જાડેજા, પદુભા જામભા જાડેજા, વિરલાલ ટંકારા, હકો ઉર્ફે ભુપેન્દ્રસિંહ અને ભાનુભાની ધરપકડ કરી હતી.

આ કેસ મોરબીમાં ચાલી જતાં ન્યાયમૂર્તિ એમ.એચ. શેખે આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારે હાઇકોર્ટમાં અપીલ કરીને જણાવેલ કે આરોપી પદુભાનુ અવસાન થયેલ છે અને ફરિયાદ પક્ષે 21 સાહેદો અને 19 દસ્તાવેજો રજુ કર્યા હતા અને સજા કરવા માંગણી  અને રજુઆત કરી હતી.આરોપીઓ વતી એડવોકેટ કૃણાલ શાહીએ રજુઆત કરેલ કે ખુનના બનાવમાં કોઇ દાર્શનિક સાહેદો નથી આ કેસ સાંભળીને પુરાવા આધારિત છે. વિવિધ કોર્ટોના જજમેન્ટો રજુ કર્યા હતા.

સરકારી વકીલ તથા બચાવ પક્ષના વકીલની દલીલો અને નામ નીચેની અદાલતના રેકર્ડના પુરાવાઓ ધ્યાનમાં લઇ તેમજ નામ, સુપ્રિમ કોર્ટના ચુકાદાઓની કાયદાકીય પરિસ્થિતિ અનુસાર અપીલના તબકકે ક્યારે હસ્તક્ષેપ કરવાનો અપીલ અદાલતને અધિકાર છે, તેને ધ્યાનમાં લઇ ગુજરાત હાઇકોર્ટના ડીવીઝન બેન્ચના ન્યાયમૂર્તિ એન.એસ. સંજય ગૌડા તથા ન્યાયમૂર્તિ યુ.ટી. દેસાઇ એવા મંતવ્ય ઉપર આવેલ કે સુપ્રિમ કોર્ટના 2026ના સાંયોગિક પુરાવાના કેસને ધ્યાનમાં લેતા તેમાં જણાવેલ કાયદાકીય પરિસ્થિતિને લક્ષમાં લેતા ફરિયાદ પક્ષની જવાબદારી સાંયોગીક પુરાવાની અકબંધ કડી હોવી જોઇએ.જેના આધારે આરોપીને સજા થઇ શકે જ્યારે ફરિયાદ પક્ષના સાંયોગીક પુરાવાના કેસમાં અકબંધ કડીઓ જોવા મળતી ન હોય જેથી નીચેની અદાલતે સમગ્ર પુરાવાઓની લંબાણપૂર્વક તુલના કરી અને કાયદાના માન્ય સિધ્ધાંતોને ધ્યાનમાં લઇ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો જે હુકમ કરેલ છે જેમાં નીચેની અદાલતનો હુકમ કાયમ રાખી અપીલ રદ કરવાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.




Latest News