ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: મોરબીમાં 5.10 લાખના 31 મોબાઈલ પોલીસે મૂળ માલિકને પરત આપ્યા


SHARE







તેરા તુજકો અર્પણ: મોરબીમાં 5.10 લાખના 31 મોબાઈલ પોલીસે મૂળ માલિકને પરત આપ્યા

મોરબી શહેર અને જિલ્લામાં લોકોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોનને શોધવા માટે પોલીસ  દ્વારા અરજી લેવામાં આવે છે અને ત્યારબાદ કેર પોર્ટલનો ઉપયોગ કરીને ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોનને શોધવા માટેની તજવીજ કરવામાં આવે છે અને મોબાઈલ મળી આવે તો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ અરજદારને તેના મોબાઈલ ફોન પરત આપવામાં આવતા હોય છે તેવી જ રીતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા સમયગાળામાં ખોવાયેલા કે ચોરાયેલા ફોન માટે લોકો દ્વારા કરવામાં આવેલ અરજીમાંથી કેર પોર્ટલ ઉપર મોનિટરિંગ કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી દેવાયતભાઈ રાઠોડ દ્વારા જુદા જુદા વ્યક્તિઓના 31 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા જે 5.10 લાખ રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન મોરબીના ડીવાયએસપી જે.એમ. આલ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ જે.બી.સરવૈયાની હાજરીમાં મૂળ માલિકને પરત આપવામાં આવ્યા હતા




Latest News