મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના મોટા ખીજડીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત:  મોરબીના જીકિયારી ગામે ઉલ્ટી-ઊબકા બાદ 9 વર્ષના બાળકનું મોત


SHARE





ટંકારાના મોટા ખીજડીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત:  મોરબીના જીકિયારી ગામે ઉલ્ટી-ઊબકા બાદ 9 વર્ષના બાળકનું મોત

ટંકારાના મોટા ખીજડીયા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવી છે જ્યારે મોરબી તાલુકાના જીકિયારી ગામે રહેતા નવ વર્ષના બાળકને ઉલટી ઉબકા થયા બાદ તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે મયુરસિંહની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા અનિલભાઈ રમેશભાઈ પંચોલી (25એ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે વાડીએ હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવાનને સારવાર માટે પ્રથમ ટંકારાની ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતા રમેશભાઈ લાલસિંહ પંચોલી (46) રહે. હાલ મોટા ખીજડીયા વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે મોરબી તાલુકાના જીકિયારી ગામે રહેતા રાજેશભાઈ સોલંકી નામના યુવાનના નવ વર્ષના દીકરા ક્રિષ્ના સોલંકીને કોઈ કારણસર ઉલટી ઊબકા થવા લાગ્યા હતા અને તે બાળકનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News