વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામે ગોચરની જમીનમાંથી થતી ગેરકાયદે ખનીજ ચોરી રોકવા સરપંચ-તલાટિએ કરી ટીડીઓ-મામલતદારને રજૂઆત


SHARE







હળવદના કડીયાણા ગામે ગોચરની જમીનમાંથી થતી ગેરકાયદે ખનીજ ચોરી રોકવા સરપંચ-તલાટિએ કરી ટીડીઓ-મામલતદારને રજૂઆત

હળવદ તાલુકાના કડીયાણા ગામે ગોચરની જમીનમાંથી ગેરકાયદે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જેની ગામના લોકોએ ગ્રામપંચાયતમાં લેખિતમાં રજૂઆત કરી હતી તેના આધારે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા ટીડીઓ અને મામલતદારને લેખિતમાં રજૂઆત કરીને ખનીજ ચોરી અટકાવવા માટેની માંગ કરી છે.

હળવદના કડિયાણા ગામના સરપંચ મુક્તાબેન રમેશભાઈ તથા તલાટી મંત્રી દ્વારા હાલમાં લેખિતમાં ટીડીઓ તથા મામલતદારને ખનીજ ચોરી બાબતે રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ તાલુકાના કડિયાણા ગામના સ્થાનિક લોકો દ્વારા તેઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે સર્વે નંબર 511 માં ગોચરની જમીન આવેલ છે અને ત્યાંથી ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે અને સરકારી સંપત્તિ તથા ગૌચરની જમીનને મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવી રહ્યું છે જેથી ખનીજ ચોરી અટકાવવામાં આવે તેવી ગામના લોકો દ્વારા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રીની રજૂઆત કરવામાં આવી છે જેના આધારે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા ટીડીઓ અને મામલતદારને રજૂઆત કરીને ગોચરની જમીનમાંથી કરવામાં આવતી ખનીજ ચોરીને સદંતર બંધ કરવામાં આવે તેના માટેની રજૂઆત કરવામાં આવેલ છે.




Latest News