વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાણેકપર પાસે નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: રંગપર ગામે હોટલના રૂમમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE







વાંકાનેરના રાણેકપર પાસે નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: રંગપર ગામે હોટલના રૂમમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

વાંકાનેરના રાણેકપર ગામ પાસે મહાનદીના પાણીમાં કોઈપણ કારણોસર ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જ્યારે રંગપર ગામ પાસે આવેલ હોટલના રૂમની અંદર યુવાને ગળાફાંસો  ખાઈને આપઘાત કરેલ છે જેથી તે યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ અમદાવાદના ધોળકા તાલુકામાં ચલોડા સુથાર ફળીના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટી ગુરુકૃપા જાંબુની દુકાનની પાછળના ભાગમાં રહેતો સુકેતગીરી જીતેન્દ્રગીરી ગોસ્વામી (42) નામનો યુવાન મહાનદીના કાંઠે રાણેકપર ગામની સીમા કોઇપણ કારણોસર નદીના પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તે યુવાનનો મોત નીપજયું હતુ ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હુસેનભાઇ નૂરમામદભાઈ શેરસિયા (46) રહે. રાણેપર તાલુકો વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે જયારે વાંકાનેરના રંગપર ગામ પાસે આવેલ દ્વારકાધીશ હોટલમાં ચેતનભાઇ પબાભાઈ ગઢાદરા (20) રહે. નવાપરા વાંકાનેર વાળાએ રૂમની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી હાર્દિકભાઈ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે

મારા મારીમાં ઇજા
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે તુલસી પાર્કમાં રહેતા રવિ રામજીભાઈ મકવાણા (30) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

ઇલેક્ટ્રીક શૉટ

મોરબીના વીસીપરામા આવેલ કુલીનગરમાં રહેતા વાસીસ સલમાનઅલી (24) નામના યુવાનને માધાપર મેન રોડ ઉપર હતો ત્યારે ત્યાં ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News