વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સોની વેપારીની નજર ચૂકવીને ગ્રાહક બનીને આવેલ મહિલા-પુરુષે સોનાની બુટીની કરી ચોરી


SHARE







વાંકાનેરમાં સોની વેપારીની નજર ચૂકવીને ગ્રાહક બનીને આવેલ મહિલા-પુરુષે સોનાની બુટીની કરી ચોરી

વાંકાનેરની મેન બજારમાં આવેલ દ્વારકાધીશ જ્વેલર્સ નામની દુકાનમાં ગ્રાહક બનીને મહિલા અને  પુરુષ આવ્યા હતા અને ત્યારબાદ વેપારીને નજર ચૂકવીને ત્યાંથી સોનાની બે બુટ્ટીની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 81,400 રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હોવાની વેપારીએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

રાજકોટના ખોરાણા ગામે રહેતા વેપારી કાનાભાઈ જોધાભાઈ ડાભી (49)હાલમાં અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેરની મેઇન બજારમાં હીરાપરના કોમ્પલેક્ષની બાજુમાં દ્વારકાધીશ જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની ફરિયાદીની દુકાન આવેલ છે અને તે દુકાનમાં એક મહિલા અને પુરુષ દાગીના લેવાના બહાને ગ્રાહક બનીને આવ્યા હતા ત્યારબાદ વેપારીની નજર ચૂકવીને ત્યાંથી સોનાની બુટી જેનું વજન 5 ગ્રામ 190 મિલી અને તેની કિંમત 81,400 રૂપિયા થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News