મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના લોકોને સરકારની યોજના-સહાયનો લાભ લેવા મંત્રી બ્રિજેશભાઈએ કર્યો અનુરોધ


SHARE







મોરબીના લોકોને સરકારની યોજના-સહાયનો લાભ લેવા મંત્રી બ્રિજેશભાઈએ કર્યો અનુરોધ


પ્રજાલક્ષી કામગીરીમાં ગતિશીલતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શિતા સાથે વ્યક્તિલક્ષી પ્રશ્નોના ત્વરીત નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કા અંતર્ગત મોરબી નગરપાલિકા દ્વારા વોર્ડ નં.૮,૯,૧૦ અને ૧૧ના નાગરિકો માટે શુક્રવારે સમયગેટ પાસે, વજેપર પ્રાથમિક શાળા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પની મુલાકાત પંચાયત, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ લઇ લાભાર્થીઓ સાથે રૂબરૂ વાતચીત કરી હતી. આ તકે મંત્રીએ સ્થાનિકોને સરકારની વિવિધ યોજનાઓનો વધુને વધુ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. જ્યારે અહીંના સ્થાનિક આગેવાનોને સરકારની યોજનાઓ અને સહાય જરૂરીયાતમંદ સુધી પહોંચે તે માટે વિશેષ પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.

મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ વજેપર ઉપરાંત મોરબી તાલુકાના ચાચાપર ગામે ગ્રામ્ય કક્ષાના સેવાસેતુ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહી સ્થાનિક ગ્રામજનોને રૂબરૂ મળી સરકારી યોજનાઓ અને સહાયનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ તકે મંત્રીએ ફરજ પરના હાજર કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરીને સંવેદનશીલ અભિગમ અપનાવી ગરીબો, વંચિતો અને જરૂરીયાતમંદોને યોગ્ય મદદ પૂરી પાડવા પણ અનુરોધ કર્યો હતો.

આ મુલાકાત વેળાએ પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ સહિત પાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા






Latest News