મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ


SHARE





માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ


કંડલા મોરબી નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થતી બોલેરો ગાડીને ગૌરક્ષકોની ટીમ દ્વારા પોલીસની હાજરીમાં રોકવામા આવી હતી અને તેને ચેક કરવામાં આવતા ક્રૂરતા પૂર્વક 45 ઘેટાને બાંધીને કતલખાને લઈ જતા હતા જેથી કરીને ઘેટાને બચાવવી લેવામાં આવ્યા હતા તથા ઘેટા અને વાહન મળીને 6.45 લાખના મુદ્દામાલને કબજે કરવામાં આવ્યો હતો અને ગૌરક્ષક દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે તેને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઉમા વિલેજ સોસાયટી ખાતે રહેતા પાર્થભાઈ મનસુખભાઈ મેસડિયા (28)એ મોરબી માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે મોહમદ અયાજ કુરેશી (32) રહે. દિલ્હી વાળી ચાલી બકરા મંડી અમદાવાદ તથા સોહિલખાન અયુબખાન પઠાણ (23) રહે. દાણીલીમડા, અમદાવાદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે,  ગૌરક્ષકોની ટીમને હકીકત મળી હતી કે માળીયા કચ્છ હાઇવે રોડ ઉપરથી અબોલ જીવને વાહનમાં ભરીને કતલખાને લઈ જવાના છે જેથી કંડલા મોરબી હાઇવે રોડ ઉપર વોચ રાખવામાં આવી હતી દરમિયાન કંડલા મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ખીરઈ ગામના પાટીયા પાસે ઓવર બ્રિજ નજીકથી બોલેરો પીકપ ગાડી નંબર જીજે 1 ટી 5369 પસાર થઈ રહી હતી જેમાં 45 ઘેટાને ક્રૂરતા પૂર્વક ભરવામાં આવ્યા હતા અને દોરડા વડે તેને બાંધીને બોલેરોમાં ભર્યા હતા આ વાહનમાં ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા ન હતી તેમજ સક્ષમ અધિકારી પાસેથી પાસ પરમિટ પણ લેવામાં આવેલ ન હોય કતલખાને લઈ જવાતા અબોલજીવને બચાવવી લેવામાં આવ્યા હતા ત્યાર બાદ પોલીસે 45000 રૂપિયાની કિંમતના આબોલજીવ તથા 6 લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 6.45 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલને પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને હાલમાં બે આરોપીઓને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરવામાં આવી હતી

એક બોટલ દારૂ સાથે પકડાયો

મોરબી નજીક આવેલ જનકપૂરી સોસાયટી નાકા પાસેથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 990 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે સુનિલ જગદીશભાઈ રાતોજા (31) રહે. જનકપુરી સોસાયટી વાળાને પકડીને ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

વૃક્ષ ઉપરથી પડી જતા ઇજા પામેલ વૃદ્ધ સારવારમાં

માળીયા મીયાણાના ખાખરેચી ગામે રહેતા ભાણજીભાઈ હરજીભાઈ કૈલા (58) નામના વૃદ્ધ તેઓના ઘરે વૃક્ષ ઉપરથી કોઈ કારણસર પડી ગયા હતા જેથી તેઓને શરીરે ઇજાઓ થઈ હોવાના કારણે ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News