મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે સરકારી આવાસ પાસેથી પિસ્તોલ- બે કાર્ટિસ સાથે એકની ધરપકડ: એકની શોધખોળ


SHARE







મોરબીના બાયપાસ રોડે સરકારી આવાસ પાસેથી પિસ્તોલ- બે કાર્ટિસ સાથે એકની ધરપકડ: એકની શોધખોળ

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજના પાસેથી એસઓજીની ટીમ દ્વારા દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટિસ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય એક શખ્સનું નામ સામે આવ્યુ હોય હાલમાં બે શખ્સોની સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના કંડલા બાયપાસ રોડ ઉપર ધ્રુવ હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલ સરકારી આવાસ યોજના નજીક એક શખ્સ પાસે હથિયાર હોવાની હકીકત એસઓજીની ટીમને મળી હતી જેના આધારે મોરબી જિલ્લા એસઓજીની ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી ત્યારે એજાજ ઉર્ફે અલાદિન યુસુફભાઈ સલોટ જાતે ઘાંચી (૨૦) રહે. ગોંડલ વોરાકોટડા રોડ સબ જેલ પાસે સરકારી આવાસ નંબર ૧૮૦ વાળાની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને ૧૦,૦૦૦ રૂપિયાની પિસ્તોલ અને બે કાર્ટિસ એમ કુલ મળીને ૧૦,૨૦૦ ના મુદામાલ સાથે પોલીસે જાજ ઉર્ફે અલાદિન યુસુફભાઈ સલોટની ધરપકડ કરી છે અને તેની પાસેથી સુરેન્દ્રનગરના રહેવાસી સમીર અનવરભાઈ કંડિયાનું નામ સામે આવ્યું છે જેથી આ બંને શખ્સોની સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News