ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપડતા મોત નીપજ્યું


SHARE







વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપડતા મોત નીપજ્યું

વાંકાનેરના ભાયાવતી જાંબુડીયા ગામે રહેતી મહિલાને પેશાબમાં લોહી આવતું હોવાથી પેટમાં દુખાવો થતો હતો જેથી કરીને તે મહિલાને સારવાર માટે વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને ઇન્જેક્શન આપીને બાટલો ચડાવતી વખતે તે મહિલાને આંચકી આવી હતી જેથી કરીને આ મહિલાને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મૃતક મહિલાના પતિએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ થાનગઢના મફતીયાપરામાં શ્રીરામ પોટરી પાસે નવા બનતા રોડ ખાતે રહેતા અને હાલ વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે મુકેશભાઈ પુંજાભાઈ સાગઠીયાના મકાનમાં રહેતા રવિનાબેન કિશનભાઇ માંધડ (25)ને પેશાબમાં લોહી આવતું હોવાના કારણે પેટમાં દુખાવો થતો હતો જેથી કરીને તેને સારવાર માટે વાંકાનેરની શ્રદ્ધા હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને ઇન્જેક્શન આપીને બાટલો ચડાવવામાં આવ્યો હતો. દરમ્યાન તેને આંચકી ઉપાડતા વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની મૃતક મહિલાના પતિ કિશનભાઇ વશરામભાઈ માંધડ (29)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News