મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા
મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ
SHARE
મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ
મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત કોર્ટ સંકુલના અંદરના ભાગમાં આવતા ગટરના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે 'લાલ બાગ' ગેટ પાસે જેટિંગ મશીન મારફતે ગટરની સઘન સાફ-સફાઈ કરાવવામાં આવી હતી આ સમગ્ર સફળ કામગીરી મોરબી મહાપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તેમજ ડિસ્ટ્રિક્ટ કોર્ટ તંત્રના પરસ્પર ઉત્કૃષ્ટ સંકલન દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરીમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજિસ્ટ્રાર ભુવાભાઈ, મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચાણિયા તથા તેમની કારોબારી સમિતિના સભ્યો, મહાપાલિકા કમિશનર તેમજ રોડ અને બિલ્ડિંગ વિભાગના અધિકારીઓએ સાથે મળીને સ્થળ પર જરૂરી સજાગતા દાખવીને આ કામગીરી સમયસર પૂર્ણ કરાવી હતી.