મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ


SHARE







નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ

મોરબી જિલ્લામાં 'નારી વંદન ઉત્સવ' સપ્તાહના ભાગરૂપે મહિલાઓને આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુથી 'મહિલા સ્વાવલંબન દિવસ' અન્વયે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સભાખંડ ખાતે અને વાંકાનેર સ્થિત એચ.એન. દોશી આર્ટસ એન્ડ આર.એન. દોશી કોમર્સ કોલેજ ખાતે જુદાજુદા કાર્યક્રમ યોજાયા હતા

વાંકાનેર સ્થિત એચ.એન. દોશી આર્ટસ એન્ડ આર.એન. દોશી કોમર્સ કોલેજ ખાતે સ્વરોજગાર મેળો, જાગૃતિ સેમિનાર યોજાયો હતો.આ સેમિનારના અંતે યોજાયેલી ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં વિવિધ એજન્સીઓ અને કંપનીઓ સમક્ષ સ્થાનિક દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદીએ મહિલાઓને આર્થિક રીતે પગભર બની સ્વાવલંબી બનવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં રોજગાર કચેરીના કાઉન્સેલર ચતુરભાઈ વરાણીયા, હરેશભાઈ પરમાર, યોગીરાજસિંહ ઝાલા તેમજ મયૂરભાઈ સોલંકી, અમિતભાઈ પઢારીયા દ્વારા શ્રમજીવી મહિલાઓના અધિકારો, કલ્યાણકારી યોજનાઓ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની સ્વરોજગાર લક્ષી યોજનાઓની વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે વાંકાનેરના ટીડીઓ માયાબેન જાની, કોલેજના પ્રિન્સિપાલ ડો. વાય.એમ. ચુડાસમા સહિત હાજર રહ્યા હતા.

'બેટી બચાવો બેટી પઢાઓ'
મોરબીમાં 'નારી વંદન ઉત્સવ' સપ્તાહના ભાગરૂપે કન્યા સુરક્ષા, શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે વ્યાપક જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી 'બેટી બચાવો બેટી પઢાઓ' દિવસ અન્વયે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સભાખંડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી. ત્રિવેદીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી દીકરીઓમાં આત્મવિશ્વાસ વધારવા અને શિક્ષણ મેળવી સ્વમાનભેર આગળ વધવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે બાળ સુરક્ષા એકમના સામાજિક કાર્યકર રંજનબેન મકવાણા દ્વારા 'ગુડ ટચ, બેડ ટચ' અને પોક્સો (POCSO) એક્ટ અંગે મહત્વપૂર્ણ તબીબી તથા કાનૂની સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ડો. જિગીષા પટેલ દ્વારા કિશોરીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઇજીન વિષય પર માર્ગદર્શન પૂરું પડાયું હતું. કાર્યક્રમ દરમિયાન ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર મયૂરભાઈ સોલંકીએ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ. મહેતા સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News