મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ


SHARE







મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ

મોરબીમાં 'નારી વંદન ઉત્સવ' સપ્તાહના ભાગરૂપે મહિલાઓ તથા યુવતીઓમાં આત્મવિશ્વાસ, સુરક્ષા અને અધિકારો પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉમદા હેતુથી 'મહિલા સુરક્ષા દિવસ' અન્વયે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓમ વી.વી.આઈ.એમ. કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી. ત્રિવેદીએ દીકરીઓ શારીરિક અને આર્થિક રીતે સક્ષમ બને તેમજ સરકારી યોજનાઓનો લાભ લઈ સ્વાવલંબી બને તે માટે પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હતું. આ પ્રસંગે એડવોકેટ નસીમબેન ખોખર દ્વારા મહિલાઓને 'ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫' હેઠળ કાનૂની અધિકારોની જાણકારી અપાઈ હતી, જ્યારે ટ્રેનિંગ કોચ મનીષભાઈ દ્વારા સ્વ-રક્ષણ (સેલ્ફ ડિફેન્સ) ના પ્રેક્ટિકલ દાવનું નિદર્શન કરાવાયું હતું. આ ઉપરાંત, ૧૦૮ અભયમ ટીમ અને પોલીસ ઇન્સ્પેક્ટર ઘેલા મેડમ દ્વારા મહિલાઓને સાયબર સુરક્ષા, 'શી ટીમ'ની કામગીરી અને વિવિધ આકસ્મિક સેવાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય અંકિતભાઈ તથા વહીવટી તંત્રના  અધિકારી-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં યુવતીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.






Latest News