મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ
SHARE
મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ
મોરબી જિલ્લા કક્ષના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચકક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યરત ‘સ્વાગત’ (State Wide Attention on Grievances by Application of Technology) કાર્યક્રમ અમલી છે. જે અંતર્ગત મોરબી જિલ્લાનો આગામી ઓગસ્ટ -૨૦૨૬ માસનો 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને તા.૨૫/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૦૩:૩૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે, જેમાં અરજદારો પોતાના પ્રશ્નોની સીધી રજૂઆત કરી શકશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા અરજદારોએ ઓગસ્ટ માસના કાર્યક્રમ માટે પોતાની અરજીઓ ૧૦ તારીખ સુધીમાં જે-તે વિભાગની જિલ્લા કક્ષાની કચેરીએ મોકલી આપવાની રહેશે. અરજીના મથાળે 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' તેવું સ્પષ્ટ લખવાનું રહેશે તેમજ અરજદારનું નામ, સરનામું અને સંપર્ક નંબર સહી સાથે દર્શાવવા અનિવાર્ય છે નોંધનીય છે કે, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરતા પહેલા અરજદારે ગ્રામ કે તાલુકા કક્ષાએ જવાબદાર અધિકારીને અગાઉ લેખિત રજૂઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય તેવા જ પ્રશ્નો અહીં ગ્રાહ્ય રાખવામાં આવશે. અને જે પ્રશ્નો અગાઉ ‘જિલ્લા સ્વાગત’ માં રજૂ થઈ ચૂક્યા હોય તેવી રજૂઆતો સ્વીકારવામાં આવશે નહીં. તેમજ તા ૧૦ પછી મળેલી અરજીઓ હવે પછીના માસના કાર્યક્રમમાં ધ્યાને લેવામાં આવશે તેમ મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.
'કલા મહાકુંભ ૨૦૨૬-૨૭' ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ
મોરબી જિલ્લાની કલાપ્રતિભાઓને બિરદાવવા અને મંચ પૂરું પાડવા માટે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત 'કલા મહાકુંભ ૨૦૨૬-૨૭' માં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો માટે મહત્વના સમાચાર છે. કલા મહાકુંભમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની પૂર્વ-નિયત છેલ્લી તા. ૦૫ ઓગસ્ટ હતી, જેને લંબાવીને હવે ૩૦ ઓગસ્ટ કરવામાં આવી છે. હવે ઈચ્છુક કલાકારો અને સ્પર્ધકોએ નિયત નમૂનાનું ફોર્મ, સ્પર્ધક તથા સહાયકના આધારકાર્ડની નકલ તેમજ બેંક પાસબુકની નકલ સાથે રાખી કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં. ૨૩૬/૨૫૭, ૨જો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ખાતે તા. ૩૦/૦૮/૨૦૨૬ સુધીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે.