મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ
SHARE
મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ, નાણાની અને પ્રેમની ચિંતામાં ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળી..
મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપમાં રહેતા પરીવારની યુવતી ઘરેથી ગુમ થઈ જતા પોલીસમાં જાણ કરવામાં આવેલ છે. બી ડીવીઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે સામાકાંઠે ઉમા ટાઉનશીપમાં આવેલ ઋષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતા નિલેશભાઈ મકનભાઈ સરસાવાડીયા (48)એ પોલીસ મથકે જાહેર કયુર્ં હતું કે તેઓની દીકરી હેમાંગીબેન નિલેશભાઈ સરસાવાડીયા (18) ગત તા.29/7ના સાંજે છએક વાગ્યે ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળ્યા બાદ ગુમ થઈ ગયેલ છે. ઘરમેળે શોધખોળ છતાં તેણીનો પત્તો ન લાગતા હાલ પોલીસમાં જાણ કરાતા સ્ટાફના એ.એમ. ઝાપડીયાએ હેમાંગીબેનની શોધખોળ શરૂ કરેલ છે.જયારે ફડસર ગામનો રણજીત બાબુભાઈ રાઠોડ (24) નામનો યુવાન આમરણ- ફડસરના રોડ ઉપર અગમ્ય કારણોસર ફીનાઈલ પી ગયો હતો. જેથી તેને સિવિલે સારવાર માટે ખસેડાતા તાલુકા પોલીસ મથકના એમ.પી. ઝાલાએ બનાવના કારણ અંગે તપાસ હાથ ધરી છે.
ગુમ પરત
મોરબીના લાલપર ગામનો શૈલેષભાઈ અવચરભાઈ જેતપરીયા (41) ગુમ થયો હતો જે હેમખેમ ઘરે પરત ફર્યો છે. મિત્રો પાસેથી ઉછીના લીધેલ પૈસા પરત આપવાના હોય અને ધંધો બરોબર ચાલતો ન હોય ગુમ થયો હોવાનું તેણે પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું. જયારે પાનેલી ગામે રહેતો ઉમેશ સંજયભાઈ પરસાડીયા (22) નામનો યુવાન તા.10/7ના ગુમ થયો હતો. પોલીસે તેને બીહાર ખાતેથી શોધી કાઢયો હતો. પ્રેમ સંબંધ બાબતે તે મોરબીથી બીહાર ચાલ્યો ગયો હોવાનું તપાસમાં સામે આવ્યુ હતું. તેમજ માણેકવાડા ગામે રહેતા પરીવારની પુષ્પાબેન વાલજીભાઈ ચૌહાણ (27) નામની યુવતી કારખાને ગયા બાદ ગુમ થઈ હતી. જેથી પોલીસને જાણ કરાયેલ હતી. તપાસ દરમ્યાન સાથે કામ કરતા અર્જુન સંતુભાઈ રાહીદાર રહે. મુળ મીર જેતુપુર રાયબરેલી સાથે હોવાનું સામે આવ્યું હતું તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.
યુવાન સારવારમાં
મોરબીના મકનસર ગામે રહેતો રણજીતભાઈ રાજાભાઈ મોહરા (21) નામનો યુવાન વાંકાનેર નજીકના રાતીદેવડી ગામે કારખામામાં કામ કરતો હતો ત્યારે વીંછી કરડી જતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે ઢુવા-માટેલ રોડ ઉપર થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા જેનુબેન સૈયદભાઈ બુખારી (22) અને સુમિયાબાનુ નજીદભાઈ બુખારી (24) રહે. બંને શનાળા મોરબીને ઈજાઓ થતા બંનેને અત્રેની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.