ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી


SHARE







વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહીઃ નોટીસો દુકાનદારો સુધી પહોંચી ન હોવાનો આક્ષેપ : બિલ્ડર સામે કાયદાકીય કાર્યવાહી કરવા તૈયારી : લાખોના રોકાણ જોખમમાં

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ખાતે આવેલા સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટીના જરૂરી સાધનો અને નિયમોનું પાલન થવાના આક્ષેપોને આધારે રાજકોટ, મોરબી અને હળવદ ફાયર સેફટી વિભાગની સંયુકત ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન કોમ્પ્લેકસની અંદાજે 240થી વધુ દુકાનોને સીલ મારવામાં આવેલ છે. જેના કારણે વેપારીઓમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ છે.

તંત્રના જણાવ્યા મુજબ અગાઉ ફાયર સેફટી નિયમોના પાલન માટે નોટીસો પાઠવવામાં આવી હતી. જોકે સ્થળ પર હાજર દુકાનદારોએ દાવો કર્યો હતો કે તેમને વ્યકિતગત રીતે કોઈ નોટીસ મળી નહોતી. તેમનું કહેવું છે કે નોટીસ બિલ્ડર અથવા કોમ્પ્લેકસ ડેવલપરને આપવામાં આવી હતી, જેના કારણે વર્ષો પહેલા દુકાનો ખરીદનારા વેપારીઓ આ સમગ્ર પ્રક્રિયાથી અજાણ રહ્યા છે.દુકાનદારોના જણાવ્યા મુજબ લાખો રૂપિયાની મૂડી રોકીને દુકાનો ખરીદ્યા બાદ પણ આજે તેમની રોજીરોટી પર સંકટ ઉભુ થયુ છે. અનેક વેપારીઓનું માનવું છે કે જો ફાયર એનઓસી અથવા અન્ય કાનૂની પ્રક્રિયા અધૂરી હતી તો તેની જવાબદારી બિલ્ડર અને ડેવલપરની પણ બને છે. આ મુદ્દે તમામ દુકાનદારો એકજૂથ થઈ બિલ્ડર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે.

શું છે નિયમ ?
ફાયર સેફટી સંબંધિત નિયમો મુજબ જાહેર ઉપયોગના કોમર્શીયલ બિલ્ડીંગમાં ફાયર પ્રોટેકશન સિસ્ટમ, ઈમરજન્સી એકઝીટ, ફાયર એકકિસ્ટંગ્વિશર, હાઈડ્રન્ટ સહિત જરૂરી સુવિધાઓ ફરજીયાત છે.નિયમોનું પાલન ન થવા પર સંબંધીત સતાધિકારીઓને નોટીસ, સીલીંગ અથવા અન્ય કાર્યવાહી કરવાની સત્તા હોય છે.જો દુકાનદારોને યોગ્ય રીતે નોટીસ ન મળી હોય અથવા બિલ્ડર દ્વારા જરૂરી મંજૂરીઓ અંગે ભ્રમ ફેલાવવામાં આવ્યો હોય તો તે મુદ્દો નાગરિક અને ફોજદારી વિવાદનું સ્વરૂપ ધારણ કરી શકે છે.જોકે, આ અંગે અંતિમ નિર્ણય તપાસ અને કોર્ટના આદેશોને આધીન રહેશે. હાલ સમગ્ર મામલે વેપારીઓ, બિલ્ડર અને તંત્ર વચ્ચે જવાબદારીનો પ્રશ્ન ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. વેપારીઓની માંગ છે કે તેમની રોજીરોટી જળવાઈ રહે તે માટે તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.






Latest News