મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE







સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

સનાતન સંસ્કૃતિ અને સાધુ-સંતોના અપમાન સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ દ્વારા સાધુ સંતોનું અપમાન કરવામાં આવ્યું છે જેથી તેની સામે સખત કાનુની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મોરબીમાં સનાતન સંત સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

સનાતન સંત સમાજ દ્વારા કલેકટરને આવેદન આપીને દેશના મહામહિમ રાષ્ટ્રપતિ અને સરકારનું ધ્યાન સંસદ પરિસરમાં તાજેતરમાં બનેલી અત્યંત નિંદનીય અને સનાતન ધર્મનું અપમાન કરતી કાવતરાખોર ઘટના તરફ દોરવામાં આવ્યું છે જેમાં તા. 31 જુલાઈ 2026 ના રોજ સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ તથા તેમના સમર્થકો દ્વારા એક આયોજિત ષડયંત્રના ભાગરૂપે જે કૃત્ય કરવામાં આવ્યું છે, તેનાથી સમગ્ર દેશના સનાતન સંત સમાજમાં અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. આ જ આક્રોશના ભાગરૂપે આજે સમગ્ર દેશના તમામ શહેરોમાં સંત સમાજ વિરોધ પ્રદર્શન યોજીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

ખાસ કરીને રાજકીય રોટલા શેકવા માટે સંતોનો છડાવેશ ધારણ કરી, ભગવા વસ્ત્રો અને પવિત્ર સાધુ-સંત સમાજની છબીને ધૂળધાણી કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે. અને પ્રદર્શન દરમિયાન હાથમાં લીધેલા ભગવાનના ચિત્રને પોતાના પગ પાસે રાખીને ઈશ્વરનું ધોર અપમાન કરવામાં આવ્યું છે. જે દ્રશ્યોથી કરોડો સનાતનીઓની ધાર્મિક ભાવનાઓ દુભાઈ છે. આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અયોધ્યાના પરંપરાગત 'શ્રાવણ ઝૂલા મહોત્સવ'માં આવતા શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને આઘાત પહોંચાડી, સંતોને માનસિક ત્રાસ આપવા સાથે આશ્રમોની દાન-સમર્પણ વ્યવસ્થાને આર્થિક નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે.

જેથી સનાતન સંત સમાજ દ્વારા સનાતન ધર્મ, ભગવા વસ્ત્રો અને ભગવાનનું અપમાન કરી કરનારાઓની સામે તત્કાલિક FIR અને કાનૂની કાર્યવાહી કરવામાં આવે, આયોજનબદ્ધ ગુનો કરવા બદલ ઉક્ત તમામ નેતાઓ સામે ગંભીર કલમો હેઠળ એફ.આઈ.આર. નોંધીને કઠોર કાર્યવાહી કરવામાં આવે, રાષ્ટ્રપતિ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને સનાતન સંસ્કૃતિનું અનાદર કરનારા આ ચારેય સાંસદોનું સંસદ સભ્યપદ તત્કાલિક અસરથી રદ કરે, પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સંત સમાજ અને આશ્રમ વ્યવસ્થાને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ દોષિતો પાસેથી કરાવવામાં આવે અને જો તંત્ર દ્વારા આ ગંભીર બાબતે ત્વરિત અને સખત કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે તો સનાતન સંત સમાજ અને સમગ્ર દેશનો હિન્દુ જનમાનસ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચરી છે.






Latest News