મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય


SHARE







મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય

 

તા. ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટના રોજ થયેલા અતિ ભારે વરસાદને કારણે મોરબી શહેર તેમજ તેની આસપાસના અનેક વિસ્તારો અને ગામો, જેમાં માળિયા વિસ્તારનો પણ સમાવેશ થાય છે.જળબંબાકાર બની ગયા હતા. આ કુદરતી આપત્તિના સમયે દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન તથા દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ (દેવ ગ્રુપ ઓફ કંપનીસ), માળિયા દ્વારા અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે માનવતાવાદી સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું.મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવા છતાં દેવ સોલ્ટની આસપાસના ગામોને તેની સીધી અસર થઈ નહોતી. તેમ છતાં, સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા ફાઉન્ડેશને પૂરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે તાત્કાલિક ભોજન પેકેટ તૈયાર કરી તેમના વિતરણની વ્યવસ્થા કરી હતી.

રાહત કામગીરીના ભાગરૂપે, અંદાજે 750 ભોજન પેકેટો તૈયાર કરીને અસરગ્રસ્ત પરિવારોમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિતરણ થાય તે માટે મામલતદાર કચેરી, માળિયાને મોકલાવવામાં આવ્યા હતા. ઉપરાંત, આશરે 1,000 ભોજન પેકેટોનું સીધું વિતરણ સુરજબારી ગામ, સંગાથ વૃદ્ધાશ્રમ, હોસ્પિટલો તેમજ માળિયા-મોરબી વિસ્તારના અન્ય જરૂરિયાતમંદ સ્થળોએ કરવામાં આવ્યું હતું.આ માનવતાવાદી પહેલ દ્વારા દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન તથા દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ (દેવ ગ્રુપ ઓફ કંપનીસ) ને સંકટના સમયમાં સમાજની સાથે અડીખમ ઉભા રહેવાની પોતાની પ્રતિબદ્ધતાને પુનઃ સાબિત કરી હતી. સમયસર રાહત પહોંચાડી જરૂરિયાતમંદ લોકો સુધી પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવી ફાઉન્ડેશને પોતાની સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.






Latest News